|
(૨૦) પેટ્રોલીયમ પરવાના માટે NOC :
પેટ્રોલિયમ એક્ટ-૧૯૩૪ તથા પેટ્રોલિયમ રૂલ્સ-૨૦૦૨ મુજબ પેટ્રોલીયમ પદાર્થો (કલાસ-A, કલાસ-B) ના સંગ્રહ કરવા તેમજ ખરીદ-વેચાણ કરવા માટે પરવાનો લેવાની આવશ્યકતા છે. અત્રેની પોલીસ કમિશનરશ્રી કચેરીના પરવાના શાખા દ્વારા કલાસ-A માટે ૩૦૦ લીટરથી ઓછા જથ્થા માટે તથા ક્લાસ-B માટે ૨૫,૦૦૦ લીટરથી ઓછા જથ્થાના પેટ્રોલીયમ પદાર્થોના સંગ્રહ, ખરીદ-વેચાણનો પરવાનો આપવામાં આવે છે. જેનાથી વધુ જથ્થા માટે NOC આપવામાં આવે છે. એક્ષ્પલોઝીવ ડિપાર્ટમેન્ટ, ફાયરવિભાગ, મામલતદાર, SMC/SUDA વિભાગો તરફથી NOC તથા સ્થાનીક પોલીસ તેમજ ટ્રાફીક શાખાના અભિપ્રાય મળ્યા બાદ પેટ્રોલિયમ પરવાના મંજૂર કરવા અથવા તે માટે NOC આપવાની કાર્યવાહી કરવામાં આવે છે. NOC મોકલવામાં આવે ત્યાબાદ પેટ્રોલીયમ પદાર્થોના સંગ્રહ, ખરીદ-વેચાણનો પરવાનો ચીફ કંટ્રોલર ઓફ એક્ષ્પલોઝીવ ડીપાર્ટમેન્ટ (PESO) તરફથી ઇસ્યુ કરવામાં આવે છે.
|
|