|
અકસ્માત સહાય અને ટ્રાફિક પોલીસ સેવાઓ :-
અકસ્માતમાં ઘવાયેલ માણસોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા સારુ પોલીસ હેડ ક્વાર્ટર એમ.ટી. સેક્શન ખાતે એબ્યુલન્સ વાહન રાખવામાં આવેલ છે. જાહેર જનતાના માણસો પણ ઘવાયેલ માણસોને સારવાર માટે લઈ જાય તો તેઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર, ટ્રોફી વિગેરે વિતરણ કરી તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે. અને પ્રેસ, મીડિયા, ન્યૂઝ ચેનલો વિગેરેમાં બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.
સુરત શહેરમાં ટ્રાફિકના સરળ વહીવટ અને સંચાલન માટે પાંચ સેક્ટરમાં વહેંચણી કરવામાં આવે છે જે સેક્ટરને ઝોન વિભાગમાં વહેંચણી કરવામાં આવે છે. સેક્ટરના ઈન્ચાર્જ તરીકે પોલીસ ઈન્સ્પેક્ટર દરજ્જાના અધિકારીની નિમણુંક ઝોન ઈન્ચાર્જ તરીકે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અથવા આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની નિમણુંક કરવામાં આવી હોય છે.
સેક્ટર અને ઝોનમાં ટ્રાફિક સંચાલનની કામગીરી માટે એ.એસ.આઈ., હે.કો., પો.કો.ની નિમણુંક કરવામાં આવે છે ટ્રાફિક એવરનેસ એજ્યુકેશન અને પ્લાનિંગની કામગીરી માટે એક પો.સ.ઈ. અને તેમની સાથે બે પોલીસ માણસોની નિમણુંક કરવામાં આવે છે.
|
|
|