હું શોધું છું

હોમ  |

ટ્રાફિક વાર્ડન
Rating :  Star Star Star Star Star   

ટ્રાફિક બ્રિગેડ

સુરત શહેરની ટ્રાફિક સમસ્યા સરળ બનાવવા, નાગરિકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા તેમજ શહેરમાં કોમી એકતા જળવાઇ રહે તેવું વાતાવરણ ઉભુ કરવાના શુભ આશયથી સુરત શહેરના ટ્રાફિક નિયમન અર્થે પોલીસ માણસોનુ સંખ્યાબળ ઓછું હોય સુરત શહેર ટ્રાફિક પોલીસની મદદમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ અર્થે સ્‍પોન્‍સર શ્રીના માઘ્યમથી ટ્રાફિક કામગીરીમાં મદદરૂપ થાય તે માટે ટ્રાફિક બ્રિગેડનાં નેજા હેઠળ એક માનદ સેવકનું દળ ઉભુ કરી કાર્યાન્વીત કરવાનો સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીએ વિચાર મુકતા સુરત શહેર ટ્રાફિક પોલીસની મદદમાં પ્રારંભીક ધોરણે માનદ સેવકોનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમન માટેની એક યોજના બનાવી ઉભી કરેલ વ્યવસ્થાનું સંચાલન રજીસ્ટર પબ્લીક ચેરીટી ટ્રસ્ટ ''ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ'' દ્ધારા કરવાનું નક્કી કરવામાં આવેલ. જે ટ્રસ્ટમાં સુરત શહેરના અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની એક કમિટી કાર્યાન્વીત કરી ટ્રાફિક બ્રિગેડના નેજા હેઠળ ૧૫૦ જેટલા માનદ સેવકોની સેવા તા. ૦૧/૧૨/૨૦૦૫થી સુરત શહેર ટ્રાફિક પોલીસની મદદમાં લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. જે સેવા અંગે સુરત શહેરના જુદાજુદા મેગા શોરૂમ તેમજ જુદીજુદી સંસ્થા તરફથી ''ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ'' ને આપવામાં આવતા દાનમાંથી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્ધારા સંચાલન થઈ રહેલ છે. આ ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની આજ દિન સુધીની કામગીરી અંગે સુરત શહેરની આમ જનતા તરફથી સારો પ્રતિભાવ સાંપડી રહેલ છે અને તેઓની કામગીરીની સરાહના થઈ રહેલ છે.

વાહન સાવચેતીથી અને ધીમેથીહંકારો, જ્યારે

 • ભરચક શોપીંગ રસ્તાઓ આથવા રહેઠાણ વિસ્તાર હોય.
 • બસ સ્‍ટોપ પાસેથી પસાર થતાં, કારણ કે લોકો ગમે ત્યાંથી રોડ પર આવી શકે છે.
 • પાર્ક કરેલા વાહનો પાસેથી પસાર થતાં, ખાસ કરીને આઈસ-ક્રીમ વેન પાસેથી કારપ, બાળકો હંમેશા ટ્રાફિક કરતા વધુ રસ આઈસ્ક્રીમમાં ધરાવે છે. અને તેઓ રોડ પર અચાનક જ દોડ લગાવી શકે છે.
 • ફુટપાથ ક્રોસ કરતા, ડ્રાઈવે પર પહોંચવા.
 • સાઈડ રોડ રીવર્સ કરવા વાહનની બધી બાજુ જુઓ અને ચાલતા લોકોને રસ્‍તો ક્રોસ કરવા દો.
  રોડ  જંકશન પર વળવા,  તમારા વળાંક, તમારા વળાંક પર પહેલાંથી રસ્‍તો ક્રોસ રહેવા લોકોને પહેલાં જ જવાદો
 • જો ફુટપાથ સમારકામ માટે બંધ હોય અને પગેથી ચાલતા લોકોને રોડનો ઉપયોગ કરવાનું નિદર્શન હોય અથવા ફુટપાથ પર દબાણ હોય અને લોકો રોડ પર ચાલતા હોય.

રોડ ઉપર ચાલતા લોકો

રોડનો ઉપયોગ કરતા સૌથી વધુ અસુરક્ષિત વ્‍યક્તિઓ છે પગેથી ચાલતા લોકો, સાઈકલ સવારો અને મોટર સાયકલ સવારો. બાળકો, વયોવૃઘ્ધ, અપંગ, શિખાઉ, અને બિન અનુભવી, ડ્રાઈવરો અને રાઈડર્સને ખૂબ જ ઘ્યાનમાં લેવાના રહેશે. એવા શહેરી વિસ્તારો જ્યાં પગેથી ચાલતા લોકો જેમાં ખાસ કરીને બાળકો એકદમ રોડ પર આવી જવાનો ભય હોય, ત્યારે ખૂબજ કાળજીથી વાહન ચલાવો.

પગેથી ચાલતા લોકો માટેડ્રાયવરે ફરજિયાતપણે

 • લાઈટ દ્વારા દર્શાવવામાં આવેલ હોય અને  લોકો પેડેસ્ટેરિયન ક્રોસિંગ પર રસ્‍તો ક્રોસ કરતા હોય ત્યારે ડ્રાવરે ઉભા રહેવું.
 • ટ્રાફિક લાઈટ ના હોય પરન્તું અધિકૃત વ્‍યક્તિ દ્વારા પેડેસ્ટેરિયન ક્રોસિંગ પર પસાર થતા પહેલાં ઉભા રહેવાનો આદેશ મળે, ત્યારે ડ્રાઈવરે ઉભા રહેવું.
 • પગેથી ચાલતા પહેલાથી રસ્‍તો ક્રોસ કરી રહેલા લોકોને વિક્ષેપ ના પહોંચાડવો, પછી ભલે ટ્રાફિક લાઈટ કે અધિકૃત વ્‍યક્તિ દ્વારા જવાનો આદેશ હોય.
 • જો આગળ કોઈ બાળક અપંગ કે વૃઘ્ધ કે ખુબ જ થાકેલ વ્‍યક્તિ આવી જાય તો વાહન ઉભું રાખવું
 • જ્યાં ટ્રાફિક લાઈટ કે અધિકૃત વ્‍યક્તિ દ્વારા પેડેસ્ટેરિયન ક્રોસિંગ નિયત્રંણમાં લેવામાં ના આવતું અને પેડેસ્ટેરિયન પહેલાથી જ રોડ પર હોય તો ડ્રાઈવરે વાહનની ગતિ ઓછી કરવી અથવા વાહન ઉભું રાખી દેવું.

ખુબ જ અસહાય ચાલતા લોકોમાંસામવેશ થાય છે.

 • બાળકો અને વૃધ્‍ધો. તેઓ આપની સ્પીડ સમજવા અસમર્થ હોઈ શકે અને રોડ પર આપના વાહનની આગળ આવી શકે. જો આપ ૬૦ કિ.મી.ની સ્પીડ પર હોવ તો આપનું વાહન કોઈપણ ચાલતા વ્‍યક્તિને કચડી શકે છે. જ્યારે ૩૦ કિ.મી.ની સ્પીડથી આપ ૧ થી ૨૦મી. વખતે ચાલતા વ્‍યક્તિને ભયમાં મુકો છો.
 • વયોવૃઘ્ધ વ્‍યક્તિ જેને રસ્‍તો ઓળંગતા વધુ સમય લાગી શકે છે. ધીરજ રાખો તમારા એન્જીનને રેઝ કર્યા સિવાય અથવા આગળ લઈ જવા  સિવાય તમને પોતાની રીતે સમયે રસ્‍તો ઓળંગવા દો.
 • અંધ અને ઓછી દ્રષ્‍ટિ ધરાવતા લોકો, જેના હાથમાં લાકડી હોય, જેમને સાંભળવા અને ચાલવામાં તકલીફ હોય, તેઓને વાહન આવી જવાની ખબર ના પડે અથવા ચાલવામાં વધુ સમય લઈ શકે છે.

સ્કુલની નજીક

 • ધીમેથી વાહન ચલાવો અને યુવાન સાયકલ સવારો અને ચાલતા લોકોને ખાસ ધ્‍યાનમાં લો. કેટલીક જગ્યામાં સ્કુલની ચેતવણી દર્શાવતી સાઈન નીચે પીળી લાઈટ ઝબકતી હશે. જે દર્શાવે છે કે બાળકો રસ્‍તો ક્રોસ કરતા હોઈ શકે. આ વિસ્તારમાંથી પસાર થતાં સુધી ખુબજ ધીમે વાહન ચલાવો.

ચાલતા લોકો માટે ઉપયોગી નિદેર્શનો અને મર્યાદાઓ

 • ચાલતા લોકો માટે રોડ પર હલનચલન કરવું કે ટકી રહેવાનો પ્રયત્ન કરવાનું પ્રતિબંધિત છે.
 • જો ચાલતા લોકો રોડ પર હલન ચલન કરે તો  સ્ત્રી/પુરૂષે રસ્તાની બિલકુલ કિનાર પર ચાલવાનું બંધ રહેશે તે પણ એ રીતે જેથી ટ્રાફિક બિલકુલ વિક્ષેપ ના અનુભવે.
 • ચાલતા લોકોએ સાઈડ-વોક/ ફુટપાથ અથવા  પેડેસ્ટેરિયન માટે માર્ક કરેલ  વિસ્તારમાં ચાલવાનું રહેશે.
 • ચાલતાં લોકોને રોડ પર હલનચલન કરવાનું ત્યારે માન્ય છે જ્યારે સાઈડ-વોક/ ફુટપાથ ના હોય, અથવા તે કોઈ બીજા ઉપયોગમાં હોય.
 • જો રોડ પર માર્ક કરેલી પેડેસ્ટેરિયન ક્રોસીંગ હોય તો ચાલતા લોકોએ ત્યાંથી જ ચાલવાનું રહેશે.
 • ટ્રાફિક હલનચલન મુજબ ચાલતા લોકોએ રોડની બિલકુલ કિનારા પર ચાલવાનું રહેશે
 • ચાલતા લોકોએ ટ્રાફિક સાઈન અથવા અધિકૃત વ્‍યક્તિ દ્વારા નિદેર્શત આદેશ મુજબ ચાલવાનું રહેશે.
 • જ્યાં ટ્રાફિક લાઈટ કે અધિકૃત વ્‍યક્તિ દ્વારા ચાલતા લોકોનું હલનચલન નિયત્રંણમાં ના રાખવામાં આવતું હોય ત્યાં ચાલતા લોકોએ રસ્‍તો ક્રોસ કરતાં પહેલા આવનાર વાહનની સ્પીડ અને અંતર બન્ને તરફ ઘ્યાન આપવાનું રહેશે.
 • જ્યાં ફુટપાથ હોય તેનો ઉપયોગ કરો તમારી પીઠ રાખીને ફુટપાથ કિનાર પર ચાલવાનું ટાળો. જો આપને રોડ પર જવું પડે તો ટ્રાફિક પર નજર રાખો.
 • જ્યાં કોઈ ફુટપાથ ના હોય ત્યાં રોડની જમણી બાજુએ ચાલો જેથી સામેથી આવતા ટ્રાફિક પર તમારી નજર રહે. રોડની સાઈડમાં ચાલો ધારદાર જમણી બાજુનાં વળાંક પર કાળજી રાખો, આપ આવા વળાંક પર પહોંચો તે પહેલા રોડ ક્રોસ કરવાનું સલાહ ભર્યું છે. કારણ સામેથી આવતું વાહન આપને જોઈ શકે. સાંકળા રસ્તા અને ઓછી લાઈટ ધરાવતા રોડ પર બની શકે તો એકજ લાઈનમાં ચાલો.
 • ફુટપાથ કે રોડ પર નાના બાળકોને એકલા ના મુકો. જ્યારે તમને બહાર લઈ જાવ ટ્રાફિક અને તેમની વચ્ચે રહો અને તેમનો હાથ મજબુતાઈથી પકડો

રોડ ક્રોસ કરતા પહેલાં નીચેનીબાબતો ઘ્યાનમાં રાખો

 • પહેલાં રોડ ક્રોસ કરવા સુરક્ષિત સ્થળ પસંદ કરો અને ઉભા રહો સબવે, ફુટબ્રિજ, આઈલેન્ડ, ઝેબ્રા ક્રોસિંગ ટ્રાફિક લાઈટ અથવા જ્યાં પોલીસ ઓફિસર, હોમગાર્ડ અથવા ટ્રાફિક વોર્ડન હોય ત્યાંથી રોડ ક્રોસ કરવા સુરક્ષિત રહેશે. અથવા તો એવી જગા પસંદ કરો જ્યાંથી તમે બધી દિશામાં સ્પષ્ટ રીતે જોઈ શકો. પાર્ક કરેલી ગાડીઓ વચ્ચેથી ક્રોસ કરવાનું ટાળો. એવી જગ્યાએ ઉભા રહો જ્યાં ડ્રાઈવર તમને સ્પષ્ટ જોઈ શકે.
 • ફુટપાથના કિનારાની નજીક ઉભા રહો કિનારા પર એવી રીતે ઉભા રહો જ્યાંથી તમે ટ્રાફિકની બહુ નજીક ના હોવ પણ તેને જોઈ શકો. જ્યાં  ફુટપાથ ના હોય ત્યાં રોડના કિનારાની પાછળ ઉભા રહો પરન્તું આવનાર ટ્રાફિકને જોઈ શકો તેની કાળજી રાખો.
 • ટ્રાફિકની ચારે બાજુ જુવો અને સાંભળો, ટ્રાફિક કોઈપણ દિશામાંથી આવી શકે, આથી દરેક રોડ પર નજર રાખો, અને સાંભળો, કેટલીક વખત ટ્રાફિક જોયા પહેલાં સાંભળી શકાય છે.
 • જો ટ્રાફિક આવતો હોય તો, તેનો જવા દો. ફરીથી આજુ-બાજુ જુઓ. અને કાન લગાવીને સાંભળો કે બીજો કોઈ ટ્રાફિક આવી નથી રહ્યો.
 • રસ્તા પર જ્યારે કોઈ ટ્રાફિક ના હોય  ત્યારે સીધા ચાલીને રસ્‍તો ક્રોસ કરી લો.
 • જ્યારે રસ્તા પર કોઈ ટ્રાફિક ના હોય  ત્યારે રોડ ક્રોસ કરવું સુરક્ષિત છે. યાદ રાખો ટ્રાફિક બહુ દુર હોવા છતાં ખુબ જ ઝડપથી ત્યાં પહોંચી શકે છે.
 • જ્યારે સામે જવું સુરક્ષિત હોય ત્યારે સીધા ચાલીને જાવો, દોડો નહીં.
 • ક્રોસ કરતી વખતે ટ્રાફિકને જુઓ અને સાંભળો જ્યારે તમે ક્રોસ કરવાનું શરૂ કર્યું હોય ત્યારે જુઓ અને સાંભળો કારણ તમે કદાચ કોઈ ટ્રાફિક જોવાનું ચુકી ગયા હોય અથવા કોઈ અન્ય ટ્રાફિક એકદમ જ આવી જાય.

પાર્કિંગ અને સ્‍ટોપીંગ

એવા ક્ષેત્રમાં વાહનો પાર્ક કરો જ્યાં પાર્ક કરવાની પરવાનગી હોય. અને નો પાર્કિંગ સાઈન અને અમુક વાહનો માટે પ્રતિબંધિત વિસ્તારને ઘ્યાનમાં લો. આ દરેક સાઈનનો વિસ્તાર ૧૫ મીટર સુધી અમલમાં રહે છે.

વાહન ઉભું રાખી દેવું

 • ડ્રાઈવરને બીજા વાહન ચાલકોને ભયમાં મુકે તેવી રીતે અથવા સામાન્ય ટ્રાફિકને અવરોધ રૂપ બને અથવા રોડ પર કે ફુટપાથ પર પગે ચાલનારની હલનચલનમાં વિક્ષેપ ઉભો કરે તેમ વાહન ઉભું રાખવું કે પાર્ક કરવાની પરવાનથી નથી.
 • ડ્રાઈવર રોડના કિનારા પર ટ્રાફિકને ભયમાં મુક્યા કે અવરોધ બન્યા સિવાય વાહન ઉભું રાખી અથવા પાર્ક કરી શકે.
 • ડ્રાઈવર જેણે અકસ્માત કે બીજા એવા કોઈ યોગ્ય કારણને લીધે વાહન ઉભું રાખી રહ્યો હોય અથવા પાર્ક કર્યું હોય, તેણે રસ્તા  પરથી જેટલું બને તેટલું જલ્‍દી રોડ પરથી વાહન ખસેડી લેવું જોઈએ.
 • ડ્રાઈવર તેનું વાહન રોડ ઉપર ઉભું રાખી કે પાર્ક કરી શકે જો તો જગ્યા યોગ્ય ટ્રાફિક સાઈન કે રોડ પરની સાઈનો દ્વારા માર્ક કરવામાં આવેલ હોય.
 • ડ્રાઈવરને વાહન ખેંચવાની કે પાર્ક કરવાની પરવાનગી નથી જો:
 • માર્ક કરેલ પેડસ્ટરિયન ક્રોસિંગ અને ક્રોસિંગની બન્ને બાજુ ઓછામાં ઓછા ૫ મીટર અંતર સુધી.
 • લેવલ ક્રોસિંગ પર
 • જંકશન પર અને રોડની નજીકની નજીકના ત્રાંસા રોડના કિનારાથી ૫ મીટર ઓછા  અંતર સુધી.
 • બ્રિજ, ઓવરપાસ અને અંડરપાસ હોય.
 • સેડલ પીક ધરાવતા રોડના ભાગમાં અને બ્લાઈન્ડ પર.
 • એવી જગ્યાએ કોઈપણ ટ્રાફિક સાઈન, સીગ્નલ કે તેનું કોઈ સાધન હોય. (જેથી આ સાઈન, સિગ્નલ કે સાધનની સ્પષ્ટતા દુરથી બની રહે.)
 • રોડના એવા ભાગમાં જેને નો પાર્કિંગ કે વાહનો ઉભા નહી રાખવા એવું ઘોષિત કરવામાં આવેલ હોય અને સાઈનો અથવા રોડ દ્વારા માર્ક કરવામાં આવેલ હોય.
 • કોઈ પણ સ્કુલ કે હોસ્પીટલના બિલ્ડીંગ ગેટ આગળ.
 • ખાનગી મિલ્કતના પ્રવેશદ્વાર આગળ
 • ટ્રાફિક કે પાર્ક કરેલ વાહનની વિરૂઘ્ધ દિશામાં.
 •  એવી પાર્કિંગ જગ્યામાં જે ખાસ વ્‍યક્તિ માટે જ હોય.

ડ્રાઈવર એનું વાહન પાર્ક ના કરી શકે ( ઉપરોકત જણાવ્યા સહિત )

 • રોડના એવા ભાગમાં, જે જંકશનથી ઓછામાં ઓછા ૩૦ મીટરના અંતરે હોય.
 • જે જગ્યાએ જાહેર ટ્રાન્સપોર્ટ વ્હીકલ સ્ટેશન તરીકે માર્ક કરવામાં આવેલ હોય તેવી જગ્યામાં ઓછામાં ઓછી ૧૫ મીટર સુધીની બન્ને દિશામાં. ( SMC અને ST બસો )
 • સાઈડ વોક પર એટલે કે ફુટપાથ કે પગેથી ચાલતા લોકોની લેન પર.
 • એવી જગ્યાએ, જ્યાં પહેલીથી પાર્ક કરવામાં આવેલ વાહનોને બહાર નીકળવામાં મુશ્કેલી થાય.
 • એવી કોઈપણ જગ્યા જેને નો પાર્કિંગ ઝોન સાઈન અથવા રોડ માર્ક કરવામાં આવેલ હોય.
 • જ્યાં પરવાનગી હોય તેવા ક્ષેત્રમાં વાહનો પાર્ક કરવા જોઈએ. પાર્ક કરતા પહેલાં હમેશાં નો પાર્કિંગની સાઈન છે કે નહી તે ઘ્યાનમાં લો જેથી તમે કોઈ પ્રતિબંધિત વિસ્તાર કે કોઈ ખાસ પ્રકારના વાહન માટે આરક્ષિત જગ્યા પર વાહન પાર્ક નથી કરી રહ્યા તેની ખાત્રી થાય.
 • હંમેશા આપનું વાહન ફુટપાથને સમાંતર ગોઠવો અથવા રોડના કિનારા પર સિવાય કે બીજી કોઈ સાઈન ત્યાં કરેલ હોય.
 • વાહન હંમેશા ફુટપાથ અને રોડના કિનારાની ખુબ જ નજીક પાર્ક કરેલ હોવું જોઈએ. અને પાર્ક કરેલ વાહન માર્ક કરેલ પાર્કિંગ વિસ્તારમાં જ ઉભું હોવું જોઈએ. (જો હોય તો)
 • જો આપ રોડ સાઈડ પર વાહન સાથે થોભી જાવ કે પાર્ક કરો તો તમારૂં આટલું કરવું જરૂરી છે.
 • એન્જીન હેડ લાઈટ બંધ કરી દો.
 • વાહનને મુકી જતા પહેલા હેન્ડ બ્રેક ખેંચો.
 • વાહનનો દરવાજો ખોલતી વખતે કોઈને વગાડો નહી તેનું ઘ્યાન રાખો.
 • ઘ્યાન રાખો કે મુસાફરો વાહનમાંથી ફુટપાથની સાઈડ બાજુ ઉતરે.
 • વાહનને લોક કરો.
 • રાત્રિ દરમ્યાન આપનું વાહન એવી રીતે પાર્ક ના કરો જેથી આપનું વાહન ટ્રાફિકની વિરૂઘ્ધ દિશામાં હોય, સિવાય કે તે પાર્કિંગની જગ્યા જાણીતી હોય.
 • જો વાહન રોડ પર માર્ક કરવામાં આવેલ હોય તો દરેક વાહન પાર્કિંગ લાઈટ બતાવવાની રહેશે
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 19-04-2011