હું શોધું છું

હોમ  |

કલ્યાણકારી પ્રવૃતિઓ
Rating :  Star Star Star Star Star   

> પોલીસ માહિતી

  • સુરત શહેરના પોલીસ અધિકારી/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર (વેલ્ફેર ફાળો) વસૂલ લેવામાં આવે છે. અને આ યોજનામાં જોડાયેલ અધિકારી કર્મચારીઓનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ.૫૦,૦૦૦/-નું ચૂકવણું તત્કાલ મરહૂમની વિધવા પત્ની/બાળકોને ચૂકવવામાં આવે છે.
  • પોલીસ અધિકારી/કર્મચારી તથા કુટુંબના કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર થાય અને સરકારી દવાખાનામાં સારવાર લીધેલ હોય તેને વેલફેર ફંડમાંથી મેડિકલ પેશગીની લોન આપવામાં આવે છે.
  • સુરત શહેર ઉમરા પો.સ્ટે. ખાતે અધિકારી/કર્મચારીઓના તથા તેમના બાળકોની શારીરિક તંદુરસ્તી વ્યાયામ માટે જિમ્નેશિયમ ઊભું કરવામાં આવેલ છે.
  • પોલીસ અધિકારી/કર્મચારીઓનાં બાળકો સુરત શહેર ખાતેની સ્કૂલોમાં અભ્યાસ કરતા હોઈ તેઓને શાળામાં લાવવા તથા લઈ જવા માટે એક સ્કૂલ બસ ફાળવવામાં આવેલ છે.
  • સુરત શહેર પોલીસ હેડ કવાર્ટરમાં દવાખાનું, હેડ કવાર્ટર સંચાલિત હોઈ તેનો ઉપયોગ સુરત શહેરના પોલીસ અધિકારી/કર્મચારી તથા બાળકો વગેરે કરતા હોઈ અલાયદુ શરૂ કરવામાં આવેલ નથી.
  • પોલીસ કમિશનર સુરત શહેરના નામે ગેસ એજન્સી લેવામાં આવેલ હતી. જે કર્મચારીઓને નામે કરી આપવામાં આવેલ છે.
  • પોલીસ હેડ કવાર્ટર ખાતે અવાર-નવાર સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે યોગ શિબિર, નાટ્ય પ્રોગ્રામ યોજવામાં આવે છે.
  • પોલીસ હેડ કવાર્ટર ખાતે દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને માણસોની સારવાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત શહેર ખાતેથી ડો.શ્રીઓને બોલાવવામાં આવે છે.
  • પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓની માસિક સમયસર પૈસાની બચત થતી રહે અને લોન મળી રહે તે માટે અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટર ખાતે ક્રેડીટ સોસાયટીની રચનાં કરવામાં આવેલ છે.
  • મેડીકલ લોન

પોલીસ અધિકારી/કર્મચારી અને તેના કુટુંબીજનો કે જેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર હોય તેઓને સરકારી હોસ્પિટલના અધિકૃત તબીબે સારવાર માટે થનાર ખર્ચ પરત્વે આપેલ રકમ અંદાજિત મેડીકલ લોન પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ મંજુર કરવામાં આવે છે. સદર લોન પ્રથમ વર્ષ અને બીજા વર્ષે ૦% વ્યાજ અને ત્રીજા વર્ષે ૫% વ્યાજ.

ચશ્મા સહાય

પોલીસ અધિકારી/કર્મચારીને દર બે વર્ષે ચશ્મા સહાયના રૂ.૫,૦૦૦/- સહાય પેટે મંજુર કરવામાં આવે છે.

દાંતના ચોકઠા સહાય

પોલીસ અધિકારી/કર્મચારીને દાંતના ચોકઠા માટે રૂ.૧૦,૦૦૦/- (આજીવન એક વાર) સહાય આપવામાં આવે છે.

મોતિયા ઓપરેશન લોન

પોલીસ કર્મચારીને  `. ૩૦,૦૦૦/- સુધી ૦% (વ્યાજ રહિત) લોન આપવામાં આવે છે.

હપ્તાની ચુકવણી-૨૦૦૦×૧૫*

નોંધ:-* હપ્તા પરત ચુકવણીમાં વિલંબ થાય તો વ્યાજ દર ૫% ગણવાનો રહેશે.

 

મરણોત્તર સહાય

પોલીસ અધિકારી/કર્મચારીઓના મૃત્યુ પ્રસંગે તેના પતિ/પત્નિ અથવા આશ્રિતને રૂ.૫૦,૦૦૦/- મરણોત્તર સહાય સેન્ટ્રલ વેલ્ફેર ફંડમાંથી ચુકવવામાં આવે છે.

શ્રેષ્ઠ અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ :-

શાળાકીય અભ્યાસ કક્ષા માટે શિષ્યવૃત્તિઓ :-

ધોરણ

ગુણ

શિષ્યવૃત્તિની રકમ

ધોરણ ૬ થી ૯ તથા ૧૧ તથા સર્ટીફિકેટ કોર્સમાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થી

૮૦% થી વધારે 

 

`. ૨૫૦૦/-

ધોરણ ૧૦ માં  ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થી

(૧) ૮૦% થી ૮૫%   

`. ૫૦૦૦/-

(ર) ૮૫.૧% થી ૯૦%   

`. ૭૫૦૦/-

(૩) ૯૦.૧% થી ૯૫%   

`. ૧૦,૦૦૦/-

(૪) ૯૫.૧% થી વધુ   

`. ૧૫,૦૦૦/-

ધોરણ ૧૨ માં  ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થી

(૧) ૮૦% થી ૮૫%   

`. ૫૦૦૦/-

 

(ર) ૮૫.૧% થી ૯૦%   

`. ૭૫૦૦/-

 

(૩) ૯૦.૧% થી ૯૫%   

`. ૧૦,૦૦૦/-

 

(૪) ૯૫.૧% થી વધુ   

`. ૧૫,૦૦૦/-

અન્ડર ગ્રેજયુએશન કક્ષા માટે શિષ્યવૃત્તિ :-

કોર્ષ

ગુણ

શિષ્યવૃત્તિની રકમ

હ્યુમેનિટીસ/કોમર્સ/મેનેજમેન્ટ/લો/ સાયન્સ/ લીબરલ આર્ટસ/ કોમ્પ્યુટર એપ્લીકેશન વિગેરે પ્રકારના ધોરણ ૧૨  પછીના અભ્યાક્રમોમાં

૬૫% કે તેથી ઉપર

`. ૧૦,૦૦૦/-

અન્ડર ગ્રેજયુએશનના ટેકનિકલ/ પ્રોફેશનલ અભ્યાસક્રમો (BE/BTECH/MBBS/BPharm/ આયુર્વેદ/હોમીયોપેથી વિગેરે) અભ્યાક્રમોમાં

૬૦% કે તેથી વધુ

 

`. ૧૦,૦૦૦/-

પોસ્ટ ગ્રેજયુએશન કક્ષા માટે શિષ્યવૃત્તિ :-

કોર્ષ

ગુણ

શિષ્યવૃત્તિની રકમ

ME/MTECH/MS/ ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટીંગ MBA વિગેરે પ્રોફેશનલ કોર્સ, સંશોધન (PHD) વિગેરેમાં  અભ્યાક્રમોમાં

૫૫% કે તેથી વધુ

 

`. ૧૦,૦૦૦/-

 

વેલ્ફેર ફાળો

પોલીસ અધિકારી/કર્મચારી પાસેથી પ્રત્યેક વર્ષના એપ્રિલ માસના પગારમાંથી એક દિવસનો પગાર + મોંઘવારી ભથ્થું+ સી.એલ.એ. પ્રમાણે વેલ્ફેર ફાળો કાપી ફંડ એકત્રીત કરવામાં આવે છે.

હેલ્થ ચેક-અપ :-

પોલીસ વેલ્ફેરના ભાગરૂપે પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ તથા તેમના કુટુંબના સભ્યોની તા.01/10/2004 થી મેડીકલ હેલ્થ ચેક-અપની શરૂઆત કરવામાં આવી છે.

તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનું દર બે વર્ષે તેમજ તેમના કુટુંબના સભ્યોનું દર ચાર વર્ષે મેડીકલ હેલ્થ ચેક-અપ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 19-06-2021