હું શોધું છું

હોમ  |

શહેરનો પરિચય
Rating :  Star Star Star Star Star   

સુરત શહેર તાપી તટે પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન નગર ૧૧ મા સૈકામાં વસ્યું હતું. સુરત શહેર તાપી નદીને કિનારે આવેલું સુરત આદિકાળમાં સુર્યપુરથી ઓળખાતું. દ્વાપર યુગમાં શ્રીકૃષ્‍ણ ભગવાન જયારે દ્વારકા જતાં હતાં ત્‍યારે તેમણે સુરતમાં આગામન કર્યુ હતું. આ શહેર પહેલા મુઘલો ત્‍યારબાદ પોર્ટુગીઝો અને બાદમાં અંગ્રેજો તથા સોલંકી કાળ દરમ્‍યાન ગુજરાતનું એક મહત્‍વનું બંદર બની રહ્યું હતું સુરત શહેર  ઉત્તર અક્ષાંશે ર૧.૧૧ર ડિગ્રી અને ૭ર.૮૧૪ પૂર્વ રેખાંશે આવેલ સુરત શહેરનું આશરે હાલનું ક્ષેત્રફળ ૩૨૬ ચોરસ કિલોમીટર જેટલું થાય છે. સને ર૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે સુરત શહેરની આશરે વસ્‍તી ૪૭ લાખની છે.

સુરત એટલે સદીઓથી સમૃદ્વિને વરેલો પ્રદેશ- શહેર. સુરત શહેરનો ઇતિહાસ મહાભારતના કાળ જેટલો જ પ્રાચીન અને પ્રાચીન શહેર પણ આજના જેટલું જ સમૃદ્ધ. આ પ્રદેશને ’લતા પ્રદેશ’ તરીકેનો ઉલ્‍લેખ પણ પુરાણોમાં છે. લતા એટલે સમૃદ્ધિ.

ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં મુખ્યત્વે કાપડ, હીરા પોલિસિંગ અને જરી ઉદ્યોગના રોજગાર અને ધંધાના મુખ્ય એકમો છે. ભારતભરનાં બીજા રાજ્યોમાંથી અન્ય શહેરોની સરખામણીમાં સુરતમાં રોજગાર-ધંધા અર્થે આવતા સ્થળાંતરિત લોકોની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં છે. સુરત શહેરની પ્રજા હરવા-ફરવાની, ખાણીપીણીની શોખીન અને મોજીલી છે. સુરતને સોનાની મૂરત તરીકે ઓળખાય છે.  સુરત શહેરમાં ડચ, અંગ્રેજો અને પોર્ટુગીઝથી ધંધા અર્થે આવેલ હતા.

સુરત શહેર અત્‍યારે દેશનું સૌથી વધારે ઝડપથી વિકસતું શહેર એટલે સુરત. તેની માળખાકીય સુવિધા આજે અન્‍ય શહેરોની સરખામણીમાં સુરત પ્રથમ સ્‍થાન અપાવે છે. જગતમાં વપરાતા ૧૦ હીરામાંથી ૯ નું મુલ્‍યવર્ધન સુરતમાં થાય છે. ભારતના બનતા માનવસર્જિત કાપડના ૪૦ ટકા સુરતમાં બને છે. શહેરની નજીક હજીરામાં એશિયાનું સૌથી વિશાળ પૈકીનું એક એવું ઔધોગિકનગર સ્‍થપાયું છે. આધુનિક સુરત મિની ભારત બની ગયું છે. આમ પણ સુરત શહેર સૌ કોઇને સ્‍વીકારી લેતું નગર છે.

સુરત જે  ઇતિહાસના આયનામાં પણ ઉજળું હતું અને આજે પણ ચમકદાર છે. અનેક કુદરતી તથા માનવસર્જિત આફતો પણ સુરતને બદસુરત કરી શકી નથી આ શહેરનો ભુતકાળ ભવ્‍ય છે. તો ભવિષ્‍ય પણ ભવ્‍યાતિભવ્‍ય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 07-06-2011