|
સમાજની મદદ અને સુરક્ષા માટે સુરત પોલીસ હંમેશાં કાર્યરત છે. સુરત પોલીસના જવાનો હંમેશાં ખડે પગે લોકોની સેવા અને સુરક્ષા માટે તૈયાર હોય છે. સુરત પોલીસ વિવિધ શાખાઓમાં વહેંચાયેલું છે. જેવા કે ''ગુના શોધક'', ''ભ્રષ્ટાચાર વિરોધી'', ''ઈન્ટેલિજન્સ'', ''ઈજનેરી'', ''તાલીમ'', ''ફોરેન્સિક સાયન્સ'', વિગેરે. પોલીસ કર્મચારીઓને આ બધામાં સક્ષમ બનાવવા માટે વિવિધ તાલીમો જે કે કોમ્પ્યુટર, સંદેશા વ્યવહાર અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે આપવામાં આવે છે. તથા આધુનિક હથિયારો વાપરતાં શીખવવામાં આવે છે.
આપણા દેશમાં આજની પોલીસ વ્યવસ્થાની શરૂઆત પોલીસ કમિશનના અઘ્યક્ષ શ્રી એચ.એમ.કોર્ટની ભલામણથી ૧૮૬૦માં થઈ જે પોલીસ કાયદા નિયમન ૧૮૬૧ મુજબ આજે પણ લાગુ છે. ત્યારથી કોમી અને સામાજિક સંવાદિતા રાખવાની, કાયદો અને વ્યવસ્થા જાળવવાની તથા
ગુનાઓ પર અંકુશ રાખવાની ગૌરવપૂર્ણ પરંપરા જાળવી રાખી છે. પોલીસની આ નીતિથી સમાજમાં સલામતીની ભાવના જળવાઈ છે, જે રાજ્યના સંપૂર્ણ વિકાસની ખાતરી આપે છે.
સુરત પોલીસના બહાદુર જવાનોએ વિવિધ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સફળતાપૂર્વક કર્યો છે. જેવા કે આતંકવાદ, કોમી રમખાણો, હીન ગુનાઓ વગેરે
આ સામનો કરતા ઘણા જવાનો શહીદ થયા છે.
|
|
|