હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

-:: જાહે૨નામુ ::-

:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ ના નં-૨) ની કલમ-૧૪૪ અન્વયે કાઢેલ હુકમ ::

                                                                          ક્રમાંક : એસ.બી./ મહિલા સુરક્ષા/૧૮૩/૨૦૧૯.

     કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતિ અને નિર્ભયતાથી પોતાનું જીવન પસાર કરી શકે વિશેષ કરીને મહિલાઓ અને બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે અને નિર્ભય થઈને ઘરની બહાર જઈ શકે અને હરી-ફરી શકે તે ખુબ જરૂરી છે.

     તેમ છતાં કેટલાક અનીષ્ટ તત્વો સ્કૂલ/કોલેજ જતી છાત્રાઓ તથા પોતાના  કામે જતી મહિલાઓ તેમજ એકલી જતી મહિલાઓને અશ્લીલ ચેનચાળા કરીને કે પીછો કરીને કે અશ્લીલ શબ્દોનો ઉચ્ચારણ કરીને અથવા તેમના ઉપર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા બળાત્કાર જેવા ગંભીર બનાવો પણ બની જાય છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર વ્યાજબી કારણ વગર સ્કૂલો/કોલેજો/ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા/ઉભા રહેતા ઈસમો(પુરુષો) ઉપર કેટલાંક નિયંત્રણો મુકવાનુ જરૂરી જણાય છે.                                                                       

     વાસ્તે, ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેરના હુકમ ક્ર્માંક:એસ.બી/જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે વાંચતા અમોને મળેલ સત્તાની રૂએ હું પી.એલ.ચૌધરી, જી.પી.એસ., મદદનીશ પોલીસ કમિશ્નર, વિશેષ શાખા, સુરત શહેર આથી હુકમ કરૂ છું કે, સુરત શહેરમાં સમગ્ર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આવેલ સ્કૂલ/કોલેજ/ટ્યુશન કલાસીસ /કોચીંગ ઇન્સ્ટીટ્યુટ તથા મહિલા હોસ્ટેલની આસપાસના ૫૦ મીટર સુધી જાહેર માર્ગ ઉપર કોઈપણ પુરૂષ/પુરૂષોએ વાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર મનાઈ ફરમાવવામાં આવે છે.

  

:: ઉપરોક્ત પ્રતિબંધ નીચે જણાવેલ વ્યક્તિઓ ઉપર લાગુ પડશે નહિ::

(૧) સ્કૂલો/કોલેજો/ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ

(૨) સ્કૂલો/કોલેજો/ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ ઉપર છોડવા તથા આવતા ઓટો તથા વાન,

    માલિક/ડ્રાઈવરો(જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ)

(૩) સ્કૂલો/કોલેજો/ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ  ઉપર છોડવા તથા લેવા માટે આવતા વાલીઓ

(૪) સ્કૂલો/કોલેજો/ટ્યુશન/કલાસ તથા મહિલા હોસ્ટેલ  ઉપર વાજબી કામથી આવતા વિદ્યાર્થી તથા વાલીઓ

 

:: અમલવારીનો પિરિયડ અને વિસ્તા૨ ::

આ હુકમનો અમલ તા.૦૫/૦૯/૨૦૧૯ ના કલાક ૦૬/૦૦ થી તા.૦૩/૧૧/૨૦૧૯ ના કલાક ૨૪/૦૦ સુધી સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં રહશે.

:: શિક્ષા ::

                 આ હુકમનો ભંગ ક૨ના૨ અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભા૨તીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ  શિક્ષાને પાત્ર થશે.

:: જાહેર વિજ્ઞપ્‍તિ ::

       તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોય આથી હું એક તરફી હુકમ કરૂ છું કે, જાહેર જનતાને જાણ સારૂ સ્થાનિક વર્તમાન પત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધી દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, મદદનીશ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશ્નરની કચેરીના નોટીસ બોર્ડ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધ કરવામાં આવશે, તેમજ સહેલાઇથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધી કરવામાં આવશે. ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમનો જાહેરાત કરવા અધિકૃત ગણાશે.                                                                                                  

 આજરોજ તા. ૦૨/૦૯/૨૦૧૯  ના રોજ મારી સહી તથા સિક્કા કરી આપેલ છે.                                                                                          

                                                                                      

           (પી.એલ.ચૌધરી)

મદદનીશ પોલીસ કમિશ્ન૨

વિશેષ શાખા, સુ૨ત શહે૨.

પ્રતિ,

(૧) પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેર.

(૨) સંયુકત પોલીસ કમિશ્નરશ્રી, સેકટર-૧, સુરત શહેર.

(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર-૨, સુ૨ત શહે૨.

(૪) અધિક પોલીસ કમિશ્ન૨શ્રી, ટ્રાફીક અને ક્રાઇમ, સુરત શહેર.

(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.

(૬) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી તમામ, સુરત શહેર.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨. (નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી  સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.

(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત  ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્‍દ્રમાં પ્રસિધ્‍ધ કરવા સારૂ.)

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024