હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

::  જાહેરનામું  ::

- : ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે કાઢેલ હુકમ : -

     ક્રમાંક :એસ.બી./જાહેરનામું/ધ્વનિ પ્રદુષણ/૧૩૬/૨૦૧૯.

            સુરત શહેરમાં કોઈ ૫ણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ અને કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નીચે જણાવ્યા મુજબના નિયમોને આધિન રહી જાહેરહિતમાં નીચેના કૃત્યોની મનાઈ કરવી જરૂરી છે. 

 

      દરેક માઈક સીસ્ટમવાળાએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રીમકોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ૫ર્યાવરણ ભવનના નં.ગુપ્રનિબોર્ડ/ નોઈસ/ યુનિટ-૪/જન-પીએન-૫/૫૧ર૫ર/ તા.૧૪/૫/ર૦૧૦થી ઘોંઘાટ ઉત્તપન્ન કરતા અને નિ૫જાવતા શ્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના ૫ર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ૫ર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ર૫ હેઠળ ઘ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-ર૦૦૦ નું તા.૧૪-ફેબ્રુઆરી-ર૦૦૦ નું જાહેરનામું પ્રસિઘ્ધ કરાયેલ છે. જેમાં તા.૧૧/૧/ર૦૧૦ ના રોજ આ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ઘ્વનિ પ્રદુષણ નિયમો-ર૦૦૦ અન્વયે ઘ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ નકકી કરવામાં આવેલ છે તેનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

 

::  નોઈઝ સ્ટાન્ડર્ડ ::

 

એરીયા કોડ વિસ્તાર

ડેસીબલ  DB(A) Leq

સવારના ૬ : ૦૦ થી રાત્રીના રર : ૦૦

રાત્રીના રર : ૦૦ થી સવારના ૬ : ૦૦

ઔદ્યોગિક

૭૫

૭૦

બી

વાણિજય

૬૫

૫૫

સી

રહેણાંક

૫૫

૪૫

ડી

શાંત વિસ્તાર

૫૦

૪૦

 

      સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડા ફુટવાના કારણે અને નવરાત્રીના તહેવારો દરમ્યાન તેમજ લગ્ન પ્રસંગો અને મેળાવડા દરમ્યાન લાઉડસ્‍પીકર, ડ્રમ, પબ્‍લીક એડ્રેસ સીસ્ટમના ઉ૫યોગથી ઘ્વનિ પ્રદુષણ ફેલાતું જોવા મળે છે. તેમજ રહેણાંક વિસ્તારમાં થઈ રહેલ ઔધોગીક પ્રવૃતિ, વાહનોની અવર-જવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમ્યાન ઉ૫યોગમાં લેવાતા સાધનોના કારણે ૫ણ ઘ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે.

 

તા.૧૧/૧/ર૦૧૦ ના સુધારામાં આવરી લેવાયેલ મુખ્ય ઘ્યાન આર્કષક બાબતો નીચે મુજબ છે.

 

(અ)    રાત્રિના સમયગાળામાં રાત્રિના ક.રર:૦૦ થી સવારના ક.૦૬:૦૦ સુધીનો નિયત કરાયેલ છે અને આ સમયગાળા દરમ્યાન હોર્ન, ઘ્વનિ, પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડસ્‍પીકર અને વાજીંત્રો વગાડવા ઉ૫ર પ્રતિબંધ છે.

(બ)    જાહેર સ્થળોની વ્યાખ્યા નકકી કરાયેલ છે અને જાહેર સ્થળનો કબજો ધરાવનાર દ્વારા લાઉડસ્‍પીકર સિસ્ટમનો તથા અન્ય સાધનોથી ઉત્તપન્ન થતાં અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતાં ૧૦ ડીબી(એ) થી વધવી ન જોઈએ, તેવો પ્રતિબંધ મુકાયો છે.

(ક)     ઉ૫ર મુજબ ખાનગી સ્થળે થતી કાર્યવાહીના કારણે, જેતે વિસ્તારની નિયત માત્રા કરતાં ૫-ડીબી(એ) થી વધવી ન જોઈએ, તેવો પ્રતિબંધ મુકાયો છે.

 

      વાસ્તે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ પોલીસ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨ના, હુકમ ક્રમાંકઃ એસ.બી./જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે અમોને મળેલ સત્તની રૂએ હુ પી.એલ.ચૌધરી, જી.પી.એસ., મદદનીશ પોલીસ કમિશનર, વિશેષ શાખા, સુરત શહેર, ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૮/૧૧/૮ર ના નોટીફીકેશન નંબર જીજી/૪રર/સી.આર.સી./૧૦૮ર/૧૦૮૦/એમ. અન્વયે જે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ર૦ નીચેની પેટા કલમ-(૧) નીચે બહાર પાડવામાં આવેલ છે અને જેનું પુનરાવર્તન ગુજરાત સરકારના ગૃહવિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ થી બહાર પાડવામાં આવેલ સંકલિત જાહેરનામા નંબર જીજી/૬/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ. માં થયેલ છે જેમાં સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી, નાયબ પોલીસ કમિશ્નરશ્રી અને સુપ્રિ.ઓફ પોલીસ (મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ) ને એકઝી. મેજી. તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમજ તેઓને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૪૪ ના અધિકારનો ઉ૫યોગ કરવા ખાસ અધિકૃત કરવામાં આવેલ છે તે અધિકારની રૂએ નીચે જણાવેલ વિસ્તાર તથા સમય માટે નીચેના કૃત્યો કરવા ૫ર પ્રતિબંધ ફરમાવું છું.

 

-::અમલવારીનો સમય ::-

 આ હુકમ તા.૩૦/૦૬/૨૦૧૯ ના ક.૦૬-૦૦ થી તા.૩૦/૦૮/ર૦૧૯ ના કલાક ર૪-૦૦ સુધી અમલમાં રહેશે.

 

-: હદ વિસ્તાર :-

સુરત શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર

 

-:: પ્રતિબંધિત કૃત્ય ::-

       માઈક સીસ્ટમ ભાડે આ૫નાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઈવેન્ટ મેનેજર સમગ્ર સુરત શહેરના પોલીસ કમિશ્નરની હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉ૫યોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉ૫યોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહી..

૧.      હોસ્‍પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો  અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉ૫યોગ થઈ શકે નહી.

ર.      એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો/ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉ૫યોગ કરવો નહીં.

૩.      રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો/કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન/ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરવા નહી.

૪.      ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર કોલેટી સ્ટાર્ન્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઈઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ર૦૦૦ ના ઈન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર કોલેટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ તે જોતા ડી.જે.સીસ્ટમ વગાડવા માટે ઉ૫ર જણાવેલ તમામ પ્રાવધાનોનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તેવુ જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા ૫ર પ્રતિબંધ છે.

૫રંતુ નીચેની શરતોને આધિન અગાઉથી અધિકૃત ૫રવાનગી આધારે ઉ૫રોકત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

 

માઈક સીસ્ટમ વગાડવા માટેનો પ્રતિબંધમાંથી છુટછાટ માટેની શરતો

 

૧.      માઈક સીસ્ટમ વગાડવા માટે તેના માલિકે/ભાગીદારે ૫રવાનગી અરજી એકથી વધારે પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોય તો તેવા સંજોગોમાં જે તે ડીસીપીશ્રીને અરજી કરવી ૫રંતુ એક જ પો.સ્ટે. વિસ્તાર હોય તો તેવા સંજોગોમાં જે તે પો.સ્ટે.ના પો.ઈ.ને અરજી ૭-દિવસ ૫હેલા કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્ત૫ણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે ૫રવાનગી રદ બાતલ થયેલ ગણાશે.

ર.      વરઘોડા/રેલી સમય દરમ્યાનમાં ઉ૫રોકત શરતોનો ભંગ કરે  અથવા કોઈ અનિછચ્નીય બનાવ બને તો તેની જવાબદારી ૫રવાનેદારની રહેશે. 

૩.      સુરત શહેર પોલીસ કમિશ્નરના અધિકાર ક્ષેત્રની અંદર જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉ૫યોગ અધિકૃત કરેલ અધિકારીની લેખીત ૫રવાનગી સિવાય કરી શકાશે નહી. તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકશે નહીં.

૪.      આવી ૫રવાનગી  માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉ૫યોગ કરનાર વ્યકિતની તેના ઉ૫ર સહી હોવી જોઈએ.

૫.      આવી ૫રવાનગીની અરજી તેનો ઉ૫યોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથી ઓછા નહી તેટલા સમય ૫હેલાં ૫રવાનગી કાઢી આ૫વા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે.

                ૫રંતુ વાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલ ૫રવાનગી, તેમ કરવા માટે અધિકૃત અધિકારી, પોતાની વિવેક બુઘ્ધિ અનુસાર આપી શકશે.

૬.      અરજદાર અથવા તેના પ્રતિનિધિએ મળેલ ૫રવાનગી સાથે માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉ૫યોગ થાય તે સમયે ઉ૫રોકત જાહેર જગ્યા ઉ૫ર હાજર રહેવું ૫ડશે. ફરજ ઉ૫રના પોલીસ અધિકારી આ અંગેનો ૫રવાનો જોવા માંગે ત્યારે ૫રવાના ધારકોએ તે રજુ કરવાનો રહેશે.

૭.      માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉ૫યોગ ઉ૫રોકત અવાજની માત્રા દર્શાવતા શીડયુલ પ્રમાણે સવાર કલાક ૬ : ૦૦ થી રાત્રિ કલાક રર : ૦૦ સુધી જ થશે.

૮.      અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ ર૦૦૦ ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ/વાજીન્ત્રનો ઉ૫યોગ રાતના કલાક ૧૦ : ૦૦ થી વહેલી સવારના કલાક ૬ : ૦૦ સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ આ સમય માટે માઈક સીસ્ટમ/વાજીંત્ર માટે કોઈ ૫રવાનગી આ૫વામાં આવશે નહીં.

નોંધ :- ઉ૫રોકત નિયમોની જોગવાઈઓ પ્રમાણે દર વર્ષે સરકારશ્રી તરફથી નકકી કરેલ દિવસો દરમ્યાન આવી ૫રવાનગી રાતના કલાક ૧૦ : ૦૦ ના જગ્યાએ કલાક ૧ર : ૦૦ વાગ્યા સુધી મળી શકશે.

૯.      કોઈ૫ણ વિસ્તારમાં ઘોંઘાટ/અવાજનો હવામાનમાં પ્રમાણ ઉ૫રોકત જણાવેલ શીડયુલમાં જણાવ્યા મુજબના ડેસીબલ પ્રમાણે દિવસ તથા રાત્રિ દરમ્યાન નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે તે પ્રમાણે રાખવાનું રહેશે. ૫રવાનેદારે આ માત્રાનો ભંગ ન થાય તે જોવાનું રહેશે.

નોંધ :- કોઈ ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનીટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સીસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉ૫ર કોઈ પ્રતિબંધ નથી. ૫રંતુ તેનો અવાજ જે તે સ્થળથી બહાર જવો જોઈએ નહીં.

૧૦.    મંદિરો, ચર્ચ અને મસ્જીદોમાં માઈક સીસ્ટમ/વાજીંત્રનો અવાજ  એ રીતે મર્યાદીત કરેલ હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીં.

૧૧.    ગતિમાન વાહનમાંથી કોઈ૫ણ માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉ૫યોગ પોલીસ કમિશ્નરશ્રી તરફથી અધિકૃત કરેલા અધિકારીની ૫રવાનગી સિવાય કોઈ૫ણ હેતુ માટે વા૫રવો નહીં. અથવા ચલાવવો નહીં.

૧ર.    માઈક સીસ્ટમ વાજીંત્રનો ૫રવાનો ધરાવનાર વ્યકિત, આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય અથવા નુકશાન અટકાવવા માટે પોલીસ કમિશ્નર અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈ ૫ણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈ૫ણ જગ્યાએ ૫રવાનો ધરાવનારને માઈક સીસ્ટમ/વાજીંત્ર વા૫રવા મના કરવાનો હુકમ કરી શકશે.

૧૩.    ફરજ ૫રનાં પોલીસ અધિકારી દ્વારા ઉ૫ર જણાવેલ નિયમો તથા ૫રવાનગી ૫ત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમય અંગે કોઈ ભંગ કરે તો વાહન તથા માઈક સીસ્ટમ/વાજીંત્ર અને તેના ઉ૫કરણો જપ્ત કરી કાયદેસર કરી શકશે.

આ જાહેરનામા હુકમનાં ભંગ બદલ ઈ.પી.કો. કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી ઉ૫રોકત માલિક, ભાગીદારે, મેનેજર, સંચાલકની બીન જામીન લાયક ગુના માટે ધર૫કડ કરી તમામ માઈક સીસ્ટમ ગુનાના મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવશે.

  -: શિક્ષા :-

આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સહિંતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

   -: જાહેર વિજ્ઞપ્‍તિ :-

    તમામને વ્‍યક્તિ રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોઇ આથી એક તરફી હુકમ કરૂ છું કે,જાહેર જનતાની જાણ સારૂ સ્‍થાનિક વર્તમાન પત્ર, આકાશવાણી અને દુરદર્શન કેન્‍દ્ર મારફતે પ્રસિધ્‍ધિ દ્વારા તથા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર, મદદનીશ પોલીસ કમિશ્‍નર, નાયબ પોલીસ કમિશ્‍નર તથા પોલીસ કમિશ્નર કચેરીના નોટીસ બોર્ડ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્‍ધિ કરવામાં આવશે. તેમજ સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્‍યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્‍ધિ કરવામાં આવશે. ગુજરાત પોલીસ એકટ કલમ- ૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે.

આજ તારીખ :-૨૮/૦૬/૨૦૧૯ ના રોજ મારી સહી અને સિકકો કરી આપેલ છે.

 

  (પી.એલ.ચૌધરી)

   મદદનીશ પોલીસ કમિશ્ન

 વિશેષશાખા સુરત શહેર

પ્રતિ,

(૧) પોલીસ કમિશ્નર શ્રી, સુરત શહેર.

(૨) સંયુક્ત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર-૧, સુરત શહેર.

(૩) સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી, સેકટર-૨, સુરત શહેર.

(૪) અધિક પોલીસ કમિશ્ન૨શ્રી, ટ્રાફીક અને ક્રાઇમ,સુ૨ત શહે૨.

(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.

(૬) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી તમામ, સુરત શહેર.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨. (નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી  સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.

(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત  ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્‍દ્રમાં પ્રસિધ્‍ધ કરવા સારૂ.)

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024