હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

::    જાહેરનામુ   ::

:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે કાઢેલ હુકમ ::

                                             ક્રમાંક : એસ.બી./રાજકીય/દશામા માતાજી/જન્માષ્ટમી/૧૩૩/ર૦૧૯.

         ચાલુ વર્ષે તા.૦૧/૦૮/૨૦૧૯ દશામા માતાજીના મુર્તી સ્થાપના અને તા.૧૦/૦૮/ર૦૧૯ ના રોજ દશામા માતાજી મુર્તી વિસર્જન અનુસંધાને ઉત્સવ અને મુર્તી વિસર્જન સરઘસ નીકળનાર છે. તે જ પ્રમાણે તા.૨૪/૦૮/૨૦૧૯ ના રોજ ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુજીના જન્મ ઉત્સવ અનુસંધાને ધાર્મીક યાત્રાઓ નિકળનાર છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લેતા આ મહોત્સવના અગાઉ મુર્તીકારો માતાજીની મુર્તીઓ બનાવતા હોય છે. અને આ મુર્તીઓની ધર્મ પ્રેમીઓ સ્થાપના કરી પુજા અર્ચન કરતા હોય છે. આ અનુસંધાને મૂર્તિકારો તરફથી મૂર્તિઓના કદ બાબતે ઊંચાઇનું યોગ્‍ય ધોરણ જળવાઇ રહે તથા વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન સરઘસનું ટ્રાફિક સરળતાથી ચાલુ રહે, કાયદો-વ્‍યવસ્‍થાનાં પ્રશ્નો ઉપસ્‍થિત ન થાય. તેમજ મૂર્તિ બનાવવાના સ્‍થળે ગંદકી કરવાના કારણે રોગચાળો ફેલાવાની શકયતા રહે છે તેમજ ધાર્મિક લાગણી ના દુભાય. તદ્ઉપરાંત મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્‍હો કે નિશાની રાખવામાં ના આવે તેમજ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ મુર્તીઓને કલર કામ માટે થતો હોય આવી મુર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડ લાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સદરહુ તહેવારની ઉજવણીને લઇ આપવામાં આવેલ ગાઇડ લાઇનને ધ્યાને લઇ સદર તહેવારની ઉજવણી દરમ્યાન આ બાબતોને ધ્‍યાને રાખી સુરત શહેરની જનતામાં સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે અને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુથી સાવચેતીના પગલાં રૂપે નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે.

    પર્યાવરણ (એન્વાયરમેન્ટ પ્રોટેક્શન) એક્ટ-૧૯૮૬ની કલમ-૫ મુજબ ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગના પત્રનં. ઇએનવી/૧૦/૨૦૧૦/૧૦૦૪/ઇ તા.૨૬/૦૭/૨૦૧૦ની સુચના અનુસાર નામ.ગુજરાત હાઇકોર્ટ તથા મહારાષ્ટ્ર હાઇકોર્ટ ની સુચના તથા આપેલ આદેશ અનુસાર પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુ માટે સાવચેતીના પગલા લેવા જરૂરી જણાય છે.

     વાસ્તે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ પોલીસ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨ના હુકમ ક્રમાંકઃએસ.બી./જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે વાંચતા અમોને મળેલ સત્તાની રૂએ હું પી.એલ.ચૌધરી, જી.પી.એસ., મદદનીશ પોલીસ કમિશનર, વિશેષ શાખા, સુરત શહેર સદરહુ વિસ્તારમાં હુકમ કરૂ છું કે,

પ્રતિબંધિત કૃત્યો

(૧)  દશામા માતાજી તથા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ અનુસંધાને માટીની મૂર્તિ બેઠક સહિતની ’’૯’’ ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા,  સ્થા૫ના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર              (તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિસર્જન  કૃત્રિમ તળાવ તથા દરીયામાં કરવાનું રહેશે.)

(ર)  દશામા માતાજી તથા ભગવાન શ્રી કૃષ્ણની પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૫ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી,તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર (માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું SMC દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા દરીયામાં વિસર્જન કરવાનું રહેશે.)

(૩) ઓવારા વાઇઝ જયાં કુત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મુર્તીઓનુ વિસર્જન કરવા ઉપર.

(૪) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે. તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર.

(૫) દશામા માતાજી તથા ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓના સ્થા૫ના દિવસ બાદ મૂર્તિકારોએ વધેલી તથા ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર.

(૬) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્‍હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર.

(૭) દશામા માતાજી તથા ભગવાન શ્રીકૃષ્ણનો તહેવાર પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર

(૮) ફાયબરની મૂર્તિ વિસર્જનના  દિવસે  અથવા ત્યાર  બાદ સરઘસના  રૂપે  બહાર  કાઢવા  ઉપર

(૯) પરમીટમાં દર્શાવેલ  રૂટ  સિવાય અન્ય રૂટ ઉપર  વિસર્જન  કરવા જવા  ઉપર

(૧૦) મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર.

            અધિક મુખ્ય સચિવશ્રી વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ નો પત્રનં. ઇએનવી/૧૦/૨૦૧૦/૧૦૦૪/ઇ તા.૨૬/૦૭/૨૦૧૦ દ્વારા પાઠવેલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ) તરફથી દરીયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા માટે આપેલ સુચનો તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.૦૯/૦૫/૨૦૧૩ના હુકમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુશનલ, સેન્ટ્રલ ઝોન બેન્ચ, ભોપાલના તા.૧૮/૦૮/૨૦૧૫ના હુકમને આધારે ઉપર મુજબના પ્રતિબંધો સુરત શહેરમાં બહારથી દશામા તથા જન્માષ્ટમી ગોકુળ આઠમમાં કૃષ્ણની મુર્તીઓ લાવી વેચતા મુર્તીકારો અને વેપારીઓને પણ લાગુ પડશે. જે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

-: પ્રતિબંધનો અમલવારીનો સમયગાળો  :-

  તા.૨૭/૦૬/૨૦૧૯ ના કલાક ૦૦/૦૦ થી તા.૨૬/૦૮/૨૦૧૯ ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમ્યાન.

::  શિક્ષા  ::

      આ હુકમનો ભંગ કરનાર અગર ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ બીન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

      હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત ઉ૫ર જણાવેલ વિસ્તારમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોંટાડી લાઉડ સ્‍પીકર વાહન ઘ્વારા તેમજ સ્થાનિક વર્તમાન૫ત્રો અને આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર ઉ૫રથી કરાવવી.

  આજરોજ તારીખ:-૨૫/૦૬/ર૦૧૯ નારોજ મારા સહી અને સિકકો કરી આપેલ છે.

 

(પી.એલ.ચૌધરી)

મદદનીશ પોલીસ કમિશ્નર

વિશેષ શાખા, સુરત શહેર.

 

      

 

 

પ્રતિ,

       (૧) પોલીસ કમિશ્ન૨શ્રી ,સુરત શહેર

(૨) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર-૧, સુ૨ત શહે૨.

(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર-૨, સુ૨ત શહે૨.

(૪) અધિક પોલીસ કમિશ્ર્નર શ્રી, ટ્રાફીક અને ક્રાઇમ, સુરત શહેર.

(૫) નાયબ પોલીસ કમિશ્ન૨શ્રી, તમામ સુ૨ત શહે૨.

(૬) મદદનીશ પોલીસ કમિશ્ન૨શ્રી, તમામ સુ૨ત શહે૨.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨. (નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઈન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨. (તમામ વર્તમાન૫ત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આ૫વી.)

           સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.

(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત.(જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત)

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત

   ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ.)

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024