હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

::  જાહે૨નામું ::

:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩(૧૯૭૪ ના નં ૨) ની કલમ-૧૪૪ અન્વયે કાઢેલ હુકમ ::

                            ક્રમાંક: એસ.બી/ મકાન,દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમો ભાડે આપવા /૧૨૮/૨૦૧૯

             ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/અસામાજીક તત્વો શહેરોના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે. તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર/લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશીષ કરે છે.

             બહારના રાજ્યોમાંથી અગર દેશ બહારથી આવતા આવા તત્વો રહેણાંક તથા ઔદ્યોગીક વિસ્તારોમાં મકાન, દુકાન, ઓફીસ, એકમો ભાડે રાખીને રહેતા હોય છે. તે જગ્યાઓ વિગેરેનો સર્વે કરી સ્થાનીક પરિસ્થિતિથી માહિતગાર થઇ ને તેઓ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી ઔદ્યોગિક વિસ્તારમાં મકાનો, એકમો ભાડે આપતા માલિકો ઉપર થોડાક નિયંત્રણો મુકવાનુ દેશની સુરક્ષા પરપ્રેક્ષ્યમાં જરૂરી જણાય છે.

           વાસ્તે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૧૪૪ પોલીસ કમિશ્‍નર, સુરત શહેરના હુકમ ક્રમાંકઃ-એસ.બી/જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે વાંચતા અમોને મળેલ સત્તાની રૂએ હું પી.એલ.ચૌધરી, જી.પી.એસ., મદદનીશ પોલીસ કમિશનર, વિશેષ શાખા, સુરત શહેર ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ની કલમ- ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂ છું કે,

(૧)       સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં મકાનો/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકો અગરતો આમાટે આવા મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકોએ ખાસ સતા આપેલ વ્યક્તિ મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગીક એકમો ભાડે આપેલ છે તેવા મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકોએ માહિતી તૈયાર કરી ફરજીયાત પોતાની પાસે રાખવાની રહેશે.

(૨)    સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં મકાનો/બંગલાઓ, અન્ય રહેણાંક મકાનો/ સ્થાયી મીલકતો ભાડે આપે અથવા અન્ય કોઇ રીતે હસ્તાંતરણ કરે તે મીલકતની માહિતી સમિતી/સોસાયટી/કમીટી/ રચાઇ હોય તો તેના પ્રમુખ/ચેરમેન/સેક્રેટરીએ પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે અને જો મીલ્કત અંગે સમિતી ન રચાઇ હોય તો જે તે મીલકતના માલીક/કબ્જેદાર/કર્તાહર્તાએ આ માહિતી પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે અને જયારે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે ઉપરોક્ત માહીતી પુરી પાડવાની રહેશે.

અ.નુ.

વિગત

૧.

મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમના માલીકનું નામ તથા સ૨નામું ટેલીફોન નંબર તથા ભાડે આપેલ મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમની વિગત, કયા વિસ્તારમાં કેટલા ચો.મી બાંધકામ

 

મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમ ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનુ નામ સરનામુ ટેલી.નંબર

 

મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમ જે તારીખથી ભાડે આપેલ હોયતે તારીખ.

 

જે વ્યક્તિ ને ભાડે આપેલ છે. તેનુ પુરૂ નામ હાલનુ સરનામુ ફોટા સાથે.

 

જે વ્યક્તિ ને ભાડે આપેલ છે. તેમના મુળ વતનનુ પાકા નામ સરનામા તથા બે થી ત્રણ સગા સબંધી ઓના નામ, સરનામા

 

મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમના સંચાલકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનુ નામ સરનામુ ટેલી.નં

 

મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમ જે ભાડે આપેલ છે. તે લીવ લાયસન્સ ના કરારથી આપેલ છે કે કેમ ?

 

 

:: નિયમો ::

૧. આ ફોર્મમાં ઉપરોક્ત વિગતોને સમાવેશ કરવાની રહેશે.

૨. આ ફોર્મ સંપુર્ણ રીતે ભરીને મકાન માલીક અને ભાડુઆતે એક નકલ જો સમિતીની રચના હોય તો પ્રમુખ/ ચેરમેન/ સેક્રેટરીને આપવાની રહેશે અને માહિતી સોસાયટીના પ્રમુખ/ ચેરમેન/ સેક્રેટરી /કર્તાહર્તાએ પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે.

૩. જો આવી કોઇ સોસાયટી કે કમીટી રચાઇ ના હોય તો સદર મીલકતની માહીતીની જવાબદારીના માલીક/ કબ્જેદાર/ કર્તાહર્તા ની રહેશે. 

૪. તમારી મિલકતનો કબજો સુપ્રત કરતા હોય, તો જાત તપાસ કરવી આવશ્યક છે.

૫. સીંગલ યુવક યુવતીઓને મિલકત ભાડે આપો ત્યારે વાલીના સંમતિપત્ર મેળવવાનુ રહેશે. તે આ  સાથે સામેલ કરવુ.

૬.ભાડે રાખનારે તેમનુ ડ્રાઇવિંગ લાઈસન્સ/ પાનકાર્ડ/ ઇલેક્શન કાર્ડ/આધારકાર્ડ કંપનીનો લેટરપેડ રજુ

   કરવાના રહેશે.

૭. જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સબંધમાં પણ આ ફોર્મ ભરવાનુ રહેશે. અને તે ભરવાની જવાબદારી ભાડુઆતની રહેશે.

૮. આ સાથે જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રીમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ કોપી સાથે આપવાની રહેશે.

૯. મિલકત ખાલી કરો ત્યારે લેખિતમાં જાણ કરવાની રહેશે.

૧૦. બને ત્યાં સુધી આપની મિલકત સાક્ષી/એજન્ટ/સબંધીઓને વચ્ચે રાખવી આપવી.

૧૧. મકાન માલીક અને ભાડુઆતના અંગુઠાનુ નિશાન અને સહિઓ જવાબદાર સાક્ષી ની રૂબરૂમાં કરવાની

    રહેશે. તેમજ ભાડે રાખનાર વ્યક્તિના આઇ.ડી.પ્રુફ લેવાના ફરજીયાત રહેશે.

૧૨. મકાન/દુકાન/ઓફીસના માલિકો/ઔદ્યોગિક એકમો જે વ્યક્તિને ભાડે આપેલ હોય તે જ વ્યક્તિ તેમાં

     ભાડે રહી શકશે.અન્ય કોઇ વ્યક્તિઓ રહી શકશે નહીતે અંગે માલીકે ખાતરી કરવાની રહેશે.

એજન્ટનુ નામ શ્રી/શ્રીમતી...

એજન્ટનુ સરનામુ...

ફોંન નં (ઘર)            (ઓફીસ)           (મો.નં)    

ભાડુઆતના સબંધીની વિગત અને સરનામું.

(૧)

ફોનનં (ઘર)             (ઓફીસ)           (મો.નં)

(૨)

ફોનનં (ઘર)              (ઓફીસ)           (મો.નં)

                                                                            સાક્ષીની સહી                                                                        

          ભાડુઆતનો                                               એકમ,મકાન                             સહિ / સિક્કો

             પાસપોર્ટ                                                માલિકનો                                 /તારીખ

             સાઇઝનો                                                પાસપોર્ટ                                  

              ફોટો                                                  સાઇઝનો ફોટો

       ભાડુઆતની સહિ                                   એકમ,મકાન માલીકની સહિ             પ્રમુખ /સેક્રેટરી/ચેરમેન/કર્તાહર્તા ની સહિ.

                

:: અમલવારીનો સમય ::

      આ હુકમ તા.૧૪/૦૬/૨૦૧૯ કલાક:૦૬-૦૦ થી તા.૧૪/૦૮/૨૦૧૯ કલાક:૨૪-૦૦ સુધી અમલમાં રહેશે.

શિક્ષા

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

:: જાહેર વિજ્ઞપ્‍તિ ::

         તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી ક૨વી શકય ન હોય આથી એક ત૨ફી હુકમ કરૂ છું. કે, જાહે૨ જનતાની જાણ સારૂ સ્થાનીક વર્તમાન૫ત્ર, આકાશવાણી અને દુ૨દર્શન કેન્દ્ર મા૨ફતે પ્રસિઘ્ધી દ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ૨, મદદનીશ પોલીસ કમિશ્ન૨, નાયબ પોલીસ કમિશ્ન૨ તથા પોલીસ કમિશ્ન૨ કચેરીના નોટીશ બોર્ડ ઉ૫૨ હુકમની નકલ ચોંટાડી પ્રસિઘ્ધી ક૨વામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહે૨ જગ્યાઓ ઉ૫૨ હુકમની નકલ ચોંટાડી પ્રસિઘ્ધી ક૨વામાં આવશે. ગુજરાત પોલીસ એકટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ ૫ણ આ હુકમની જાહેરાત ક૨વા અધિકૃત ગણાશે.

આજ તારીખ :૧૩/૦૬/૨૦૧૯ નાં રોજ મારી સહી અને સિકકો કરી આપેલ છે.

 

 

 (પી.એલ.ચૌધરી)

                                                                                      મદદનીશ પોલીસ કમિશ્‍નર

                                                                                     વિશેષ શાખા, સુરત શહેર.

પ્રતિ,

(૧) પોલીસ કમિશ્ન૨શ્રી, સુરત શહેર.

(૨) સંયુકત પોલીસ કમિશ્નરશ્રી,સેક્ટર-૧, સુરત શહેર.

(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી,સેક્ટર-૨, સુ૨ત શહે૨.

(૪) અધિક પોલીસ કમિશ્ન૨શ્રી, ટ્રાફીક અને ક્રાઇમ, સુરત શહેર.

(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.

(૬) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી તમામ, સુરત શહેર.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.(નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિર્દેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત ગ્રામ્‍ય

(૧૦) નિયામકશ્રી,માહિતી ખાતુ,ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગવર્નમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, (નાનપુરા બહુમાળી,સુ૨ત)

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત, સેવાસદન-૨, અઠવાલાઇન્સ,

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત.(સ્‍થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્‍દ્રમાં પ્રસિધ્‍ધ કરવા સારૂ.)

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024