હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

:: જાહેરનામું ::

:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩ (૧૯૭૪ ના નંબર-૨)ની કલમ-૧૪૪ અન્‍વયે કાઢેલ હુકમ ::                                             

                                                   ક્રમાંક : એસ.બી./રાજકીય/બ્લ્યુ વ્હેલ, પબજી ગેમ્સ/ ૧૦૨/ર૦૧

વંચાણે લીધુ :- પોલીસ મહાનિદેશકશ્રી, ઇન્ટેની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગરના પત્રક્રમાક:

                સીઆઇસેલ/ઇનપુટ-૨૩-૧૭/૨૮૬/૨૦૧૭. તા.૧૯/૦૯/૨૦૧૭

                                                           

         વિવિધ માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવેલ છે કે, બ્લ્યુ વ્હેલ ગેમ(રમત), પબજી/ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ કે આવા અન્ય નામથી સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કોમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી ક્યુરેટર/એડમિનિસ્ટ્રેટર બનીને યુવાનોને આત્મહત્યા/હિંસા કરવા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ઉપરોકત ગેમ(રમત)/ચેલેન્જના ભાગરૂપે ક્યુરેટર/એડમિનિસ્ટ્રેટર દ્વારા આપેલ ક્રમશ: સૂચનાઓના અંતે આત્મહત્યા/હિંસા કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. જેથી આવી પ્રવૃત્તિ થતી અટકાવવી જરૂરી છે.

       વાસ્તે, ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ કલમ-૧૪૪ પોલીસ કમિશ્નર, સુરત શહેરના હુકમ ક્રમાંક;એસ.બી/જી.પી.એ.૧૦મુજબ/૧૯૦૯/૨૦૧૮તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે અમોને મળેલ સત્તાની રૂએ હું પી.એલ.ચૌધરી, જી.પી.એસ., મદદનીશ પોલીસ કમિશ્નર, વિશેષ શાખા, સુરત શહેર, વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદોઅને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર એવા કોઇપણ પ્લેટફોર્મ(બ્લ્યુ વ્હેલ, પબજી/ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ વિગેરે) મારફતે ક્યુરેટરના/એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા/હિંસા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમ(રમત)/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમા મદદરૂપ થવા પ્રતિબંધિત કરવામાં આવે છે. સાથો સાથ જે પણ વ્યક્તિને સુરત શહેર વિસ્તારમાં કોઇપણ અન્ય વ્યક્તિ એવી ગતિવિધિમાં ભાગ લે છે તેવું ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવા હુકમ કરવામાં આવે છે.   

      જાહેર જનતાના તથા બાળકોના હિત માટે ઇન્ટરનેટ પ્રોવાઇડ કરતી તમામ મોબાઇલ કંપનીઓ તથા ગુગલ ઇન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા વિગેરે તમામ કંપનીઓએ બ્લ્યુ વ્હેલ ચેલેન્જ, પબજી ગેમ(રમતો) તથા તેના નામે મળતી આવતી અન્ય ગેમો(રમતો)ની કોઇપણ લીંક પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવાતી હોય તો તે તમામ લીંક તાત્કાલિક અસરથી હટાવી દેવાની રહેશે જેથી આવી ગેમ(રમત)ના દુષ્પ્રેરણથી આપઘાત કરતા બાળકોને આપઘાત કરતા રોકી શકાય.

:: અપવાદ ::

                   ગુનાની તપાસની કામગીરી તથા શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગુ પડશે નહીં.

 

:: અમલવારીનો સમય અને વિસ્તાર :: 

                       આ હુકમનો અમલ તા.૧૬/૦૫/૨૦૧૯ ના ક.૦૬/૦૦ થી તા.૧૪/૦૭/૨૦૧૯ના ક.૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.   

 :: શિક્ષા ::

                આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા મદદ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

       :: જાહેર વિજ્ઞપ્તિ ::

  તમામને વ્યક્તિગત રીતે નોટીસ બજવણી કરવી શક્ય ન હોય આથી એક તરફી હુકમ કરુ છું, આ હુકમથી જાહેર જનતાની જાણ સારૂ આદેશ આપુ છું કે, આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોટાડીને લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાનપત્રો અને આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર ઉપરથી કરાવવી.         

 

  આજરોજ તા.૧૫/૦૫/૨૦૧૯ના રોજ મારી સહી અને સિક્કો કરી આપેલ છે.

 

 

(પી.એલ.ચૌધરી)

મદદનીશ પોલીશ કમિશ્નર,

વિશેષ શાખા, સુરત શહેર.

પ્રતિ,

(૧) પોલીસ કમિશ્નરશ્રી, સુરત શહેર.

(૨) સંયુકત પોલીસ કમિશ્નરશ્રી, સેકટર-૧, સુરત શહેર.

(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર-૨, સુ૨ત શહે૨.

(૪) અધિક પોલીસ કમિશ્ન૨શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત શહેર.

(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.

(૬) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨. (નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન દ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી  સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.

(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત  ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્‍દ્રમાં પ્રસિધ્‍ધ કરવા સારૂ.)

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024