હું શોધું છું

હોમ  |

જાહેરનામું
Rating :  Star Star Star Star Star   

::  જાહે૨નામું ::

:: ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ ના નં.ર) ની કલમ ૧૪૪ તથા જી.પી.એક્ટ કલમ ૩૭(૧) અન્‍વયે કાઢેલ હુકમ ::

                                                           ક્રમાંક : એસ.બી./ હથિયારબંધી/૮૬/૨૦૧૯

 

     સુરત શહેરની પરિસ્થિતિને લક્ષમાં લઇ જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલાં લેવા જરૂરી છે. તેમજ સુરત શહેર પોલીસ કમિશ્નર હકુમત વિસ્તારમાં બનતા ગુન્હાઓમાં છરી,ચપ્પા, ખંજર તથા રામપુરી ચપ્પાનો ઉપયોગ થાય છે અને આવા હથિયારો થી ગુન્હા બનતા હોવાથી જાહેર જનતાની સુલેહ તથા સલામતી માટે આવા હથિયારો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

     વાસ્તે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૧૪૪ પોલીસ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨ના હુકમ ક્રમાંકઃએસ.બી./જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે વાંચતા અમોને મળેલ સત્તાની રૂએ હું પી.એલ.ચૌધરી જી.પી.એસ. મદદનીશ પોલીસ કમિશ્નર વિશેષ શાખા સુરત શહેર સદરહુ વિસ્તારમાં હુકમ કરૂ છું. નીચે જણાવેલ વિસ્તારમાં તા.૨૦/૦૪/૨૦૧૯ ના કલાકઃ ૦૬/૦૦ થી તા.૦૪/૦૫/૨૦૧૯ ના ક.૨૪/૦૦ સુધી નીચેના કૃત્‍યો પર પ્રતિબંધ ફરમાવું છું.

     ::  પ્રતિબંધિત કૃત્યો  ::

 

(ક)    શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવા૨, ભાલા, સોટા, ખંજ૨, ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ        શકે તેવી બીજી ચીજો લઇ જવા કે અન્‍ય રીતે સ્‍વ-બચાવના ચોકકસ કારણો સિવાય સાથે રાખીને ફરવા ઉપર.

(ખ)   પરવાનાવાળા હથિયારો લઇ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા તેમજ સામાજીક મેળાવડા,ધાર્મિક       સરઘસ કે વ્‍યકિતઓના સમુદાયમાં લઇ જવા ઉપર.

(ગ)   કોઇપણ શરીરને હાનિકારક અથવા સ્‍ફોટક પદાર્થ લઇ જવા ઉપર.

(ઘ)   પત્‍થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવા એકઠા કરવા તથા તૈયારી કરવા ઉપર.

(ચ)   રેમ્બો છરા/ચપ્પુ લાવવા અથવા રાખવા કે વેચાણ કરવા ઉપર.

(છ)   સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવા ઉપર.

(જ)   વ્‍યકિત અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા/લટકાવવા, દેખાડવા કે પુતળાને ફાંસી આપવા ઉપર.

(ઝ)   જાહેરમાં અન્‍ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવા ઉપર.

(ઠ)    જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પ્રદાર્થ વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી  અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવાં છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.

::  વિસ્‍તાર  ::

           સુરત શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળનો સમગ્ર વિસ્‍તાર

 ::  અ૫વાદ  ::

આ હુકમનો ખંડ(ક) નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહિ.

(૧) સ૨કારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીઓએ આવા કોઇ પણ હથિયાર સાથે લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેમને.

(૨) સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે સંગીન વિગેરે સાથે રાખવા પડતા હોય    તેમને લાગુ પડશે નહીં.

(૩) પોલીસ કમિશ્નર અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઇપણ અધિકારીઓએ જેને શારિરીક અશક્તિના કારણે      લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિને લાગુ પડશે નહીં.                                   

 ::  શિક્ષા  ::

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) મુજબ તથા ભારતની ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

:: જાહેર વિજ્ઞપ્‍તિ ::

     તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી ક૨વી શકય ન હોય આથી એક ત૨ફી હુકમ કરૂ છું. કે, જાહે૨ જનતાની જાણ સાસરૂ સ્થાનીક વર્તમાન૫ત્ર, આકાશવાણી અને દુ૨દર્શન કેન્દ્ર મા૨ફતે પ્રસિઘ્ધી ઘ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ૨, મદદનીશ પોલીસ કમિશ્‍નર, નાયબ પોલીસ કમિશ્‍નર તથા પોલીસ કમિશ્‍નર કચેરીના નોટીશ બોર્ડ ઉ૫૨ હુકમની નકલ ચોંટાડી પ્રસિઘ્ધી ક૨વામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહે૨ જગ્યાઓ ઉ૫૨ હુકમની નકલ ચોંટાડી પ્રસિઘ્ધી ક૨વામાં આવશે. ગુજરાત પોલીસ એકટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ ૫ણ આ હુકમની જાહેરાત ક૨વા અધિકૃત ગણાશે.

આજ તારીખ :-૧૮/૦૪/૨૦૧૯ ના રોજ મારી સહી અને સિક્કો કરી આપેલ છે.                

                                                                       

       (પી.એલ.ચૌધરી)

                                                                             મદદનીશ પોલીસ કમિશ્નર

 વિશેષશાખા, સુરત શહેર.

પ્રતિ,

(૧) પોલીસ કમિશ્ન૨શ્રી, સુરત શહેર.

(૨) સંયુકત પોલીસ કમિશ્નરશ્રી,સેકટર-૧,સુરત શહેર.

(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી,સેકટર- ૨,સુ૨ત શહે૨.

(૪) અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફિક અને ક્રાઇમ સુરત શહેર.

(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ,સુરત શહેર.

(૬) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીતમામ, સુરત શહેર.

(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨. (નકલો ચોંટાડી લાઉડ સ્‍પીક૨, વાહન ઘ્વારા જાહેરાત કરાવવા સારૂ)

(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.

(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ ૨વાના :-

(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.

(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.

(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.

(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.

(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુ૨ત રેન્જ, સુ૨ત.

(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.

(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨

(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત

(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.

(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.

(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.

(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).

(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.

(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.

(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .

(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.

(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.

(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )

(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )

(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત  ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ)                                  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર  
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ 
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

Last updated on 14-02-2024