જાહેરનામું
ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ હુકમ
ક્રમાંક : એસ.બી./ રાજક્રીય/લો.સ.ચુ.માં પ્રચાર વાહન અંગે/ ૫૦/૨૦૧૯
ભારતનાં ચુંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચુંટણીઓ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ-ર૦૧૯ નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે અને તે મુજબ મતદાન તા.૨૩/૦૪ /ર૦૧૯ ના રોજ રાખવામાં આવેલ છે. સદરહુ ચુંટણીને અનુલક્ષીને તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે વાહન ઉપર લાઉડ સ્પીકર લગાડી પ્રચાર કરતા હોય છે. ભારતીય ચુંટણી પંચના પત્ર ક્રમાંક:-૪૩૭/૬/પીએલએન-૩, તા.૧૬/૦૩/૦૭ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજયના પત્ર ક્રમાંક:-ઈએલસી/૧૦૦૭-૧૭પ(ર)-છ, તા.૧૬/૦૪/૦૭ ની સુચના અનુસાર પ્રચારમાં વાહનોનો ઉપયોગ કરવા માટે તે વાહનની નોંધણી કરાવી પરવાનગી લેવાની થાય છે. વાહનની નોંધણી તેમજ તેના ઉપયોગ માટેની પરવાનગીની કાર્યવાહી જે તે સંબંધિત ચૂંટણી અધિકારી તરફથી કરવામાં આવે છે. જે પરમીટ વાહન ઉપર સ્પષ્ટ દેખાય તેવી રીતે વીન્ડ સ્ક્રીન પર લગાવવાની રહેશે તેમજ પ્રચાર માટે માઈકનો ઉપયોગ કરવા માટેની પરવાનગી સંબંધિત સક્ષમ અધિકારીની મેળવવાની રહેશે. ઘણાં રાજકીય પક્ષના ઉમેદવારોના કાર્યકરો આવી પરવાનગી લીધા સિવાય પ્રચાર કરી ચૂંટણી આચાર સંહીતાનો ભંગ કરતા હોય છે. જેથી ચૂંટણી પ્રક્રીયા ઉપર માઠી અસર પડવાનો સંભવ રહે છે.
વાસ્તે, ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરના, હુકમ ક્રમાંક:એસ.બી./જી.પી.એ.૧૦ મુજબ/૧૯૦૯/૨૦૧૮ તા.૧૮/૦૪/૨૦૧૮ સાથે અમોને મળેલ સતાની રૂએ હું પી.એલ.ચૌધરી જી.પી.એસ. મદદનીશ પોલીસ કમિશ્નર,વિશેષ શાખા, સુરત શહેર, આથી હુકમ કરૂં છું.
૧. કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે વાહનની નોંધણી કર્યા સિવાય અને પરવાનગી લીધા સિવાય વાહનનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.
ર. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહન ઉપર વીન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.
૩. વગર પરવાનગીએ વાહનમાં લાઉડ સ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.
:: શિક્ષા ::
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિંતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
:: અમલવારીનો સમય ::
આ હુકમ તારીખ તા.૧૪.૦૩.૨૦૧૯ ના કલાક ૦૦.૦૦ થી તા.૧૨.૦૫.૨૦૧૯ ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.
:: જાહેર વિજ્ઞાપ્તિ ::
તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી ક૨વી શકય ન હોય આથી એક ત૨ફી હુકમ કરૂ છું. કે, જાહે૨ જનતાની જાણ સારૂ સ્થાનીક વર્તમાન૫ત્ર, આકાશવાણી અને દુ૨દર્શન કેન્દ્ર મા૨ફતે પ્રસિઘ્ધી ઘ્વારા તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ૨, મદદનીશ પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર તથા પોલીસ કમિશ્નર કચેરીના નોટીશ બોર્ડ ઉ૫૨ હુકમની નકલ ચોંટાડી પ્રસિઘ્ધી ક૨વામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહે૨ જગ્યાઓ ઉ૫૨ હુકમની નકલ ચોંટાડી પ્રસિઘ્ધી ક૨વામાં આવશે. ગુજરાત પોલીસ એકટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ ૫ણ આ હુકમની જાહેરાત ક૨વા અધિકૃત ગણાશે.
આજ તારીખ :- ૧૫/૦૩/૨૦૧૯ નાં રોજ મારી સહી અને સિક્કો કરી આપેલ છે.
(પી.એલ. ચૌધરી)
મદદનીશ પોલીસ કમિશ્નર
વિશેષ શાખા, સુરત શહેર.
પ્રતિ,
(૧) પોલીસ કમિશ્ર્નરશ્રી, સુરત શહેર.
(૨) સંયુકત પોલીસ કમિશ્નરશ્રી, સેકટર-૧,સુરત શહેર.
(૩) સંયુકત પોલીસ કમિશ્ન૨શ્રી, સેકટર- ૨,સુ૨ત શહે૨.
(૪) અધિક પોલીસ કમિશ્ન૨શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત શહેર.
(૫) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ,સુરત શહેર.
(૬) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ સુરત શહેર.
(૭) તમામ પો.સ્ટે.ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.(નકલો ચોંટાડી લાઉડ સ્પીક૨, વાહન ઘ્વારા જાહેરાત કરાવવા સારૂ)
(૮) તમામ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુ૨ત શહે૨.
(૯) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુ૨ત શહે૨(તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).
સવિનય નકલ ૨વાના :-
(૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગ૨.
(૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગ૨.
(૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગ૨.
(૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહે૨, રાજકોટ શહે૨/વડોદરા શહે૨.
(૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુ૨ત રેન્જ, સુ૨ત.
(૬) કલેકટ૨શ્રી, સુ૨ત શહે૨.
(૭) મ્યુનિસિ૫લ કમિશ્ન૨શ્રી, સુ૨ત શહે૨
(૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટેં.) સુ૨ત રીજીયન, સુ૨ત
(૯) પોલીસ અધિક્ષકશ્રી, સુ૨ત રૂ૨લ.
(૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગ૨.
(૧૧) જીલ્લા સ૨કારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુ૨ત.
(૧૨) મેનેજ૨શ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિઘ્ધ ક૨વા સારૂ).
(૧૩) પો.ઈન્સ.શ્રી, સુ૨ત રેલ્વે પો.સ્ટે.
(૧૪) ૨જીસ્ટ્રા૨શ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
(૧૫) ૨જીસ્ટ્રા૨શ્રી, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, સુ૨ત .
(૧૬) ૨જીસ્ટ્રા૨શ્રી, ચીફ જયુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુ૨ત.
(૧૭) ૨જીસ્ટ્રા૨શ્રી, એડીશનલ સેશન્સ જજ કોર્ટ, સુ૨ત.
(૧૮) વધારાના એકઝીકયુટીવ મેજી.શ્રી, સુ૨ત શહે૨.( નાનપુરા બહુમાળી સુરત )
(૧૯) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત )
(૨૦) સંયુકત માહીતી નિયામકશ્રી, સુ૨ત(સ્થાનિક વર્તમાનપત્રો,આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા
સારૂ.)
|