પોલીસ કમિશનર, સુરત |
http://www.cpsurat.gujarat.gov.in |
ક્રાઇમ રીપોર્ટીંગ |
5/26/2025 3:52:20 AM |
|
સુરત શહેરમાં એશિયા ખંડના મોટ મોટા ઔદ્યોગિક એકમો જેવા કે, ઓ.એન.જી.સી.- ક્રિભકો, એન.ટી.પી.સી., રિલાયન્સ, એલ એન્ડ ટી, એસ્સાર તેમજ ગેઇન, સેલ કંપની જેવા એકમો આવેલા છે. આ ઔદ્યોગિક એકમોમાં રાજયના તમામ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોના મજુર વર્ગ તેમજ વેપારી વર્ગ ખૂબજ મોટા પ્રમાણમાં ધંધા રોજગાર અર્થે સુરત શહેરમાં તેમજ શહેર બહારના છેવાડાના વિસ્તારમાં આવી વસેલ છે. આ ઔદ્યોગિક એકમો ઉપરાંત સુરત શહેરના મુખ્ય ઉદ્યોગ જરી ઉદ્યોગ , કાપડ ઉદ્યોગ તેમજ હીરા ઉદ્યોગ ખૂબજ મોટા પ્રમાણમાં સુરત શહેરમાં ચાલે છે. આ ઉદ્યોગોમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રવાસીઓ ખૂબજ મોટી સંખ્યામાં સંકળાયેલા છે. આવા ઉદ્યોગોમાં આવતી તેજી મંદીના કારણે તેમજ બહારથી મજૂરી અર્થે આવતા મજૂર વર્ગને કોઇ કામ ધંધો નહી મળતા તેમજ આવા મજૂર-વેપારી વર્ગ સાથે ગુનાહિત માનસ ધરાવતા ઇસમો પણ શહેરમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ કરવા આવી ગુનાહિત કૃત્ય કરી ચાલ્યા જાય છે. જે હકીકત પણ નકારી શકાય નહીં.
રાજયમાં વઘતી જતી ગુનાખોરી અટકાવવા કરવામાં આવેલ પ્રયાસો અને કરાયેલ જરૂરી સુચનો:-
- નવી નાઇટ રાઉન્ડ સ્કીમ અમલમાં મુકવામાં આવેલ છે.
- દરરોજ વહેલી સવારે નાકાબંઘી અને વાહન ચેકીંગની સ્કીમ અમલમાં મુકેલ છે.
- મકાન/ બંગલાઓમાં કામ માટે રાખવામાં આવતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વિગેરેની માહિતી દરેક પો.સ્ટે. સ્તરે રાખવા બાબતે જાહેરનામું ૩/૨૦૦૭ તા.ર૦/૦૧/૨૦૦૭ થી બહાર પાડવામાં આવેલ છે.
- કારખાનેદારો, મકાન બાંઘકામ બિલ્ડર્સ, ટેક્ષટાઇલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરોના માલીકો/ મેનેજમેન્ટ સ્ટાફ ઘ્વારા કોન્ટ્રાકટર, કર્મચારી, કારીગરો અને મજુરની માહિતી સંબઘીત પો.સ્ટે.માં રાખવા બાબતે જાહેરનામું ૪/૨૦૦૭ તા.ર૦/૧/૨૦૦૭ થી બહાર પાડવામાં આવેલ છે.
- રહેણાંક વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારો માર્કેટો ( કોમર્શીયલ કોમ્પ્લેક્ષ) વિગેરેમાં અનુક્રમે મકાનો, ઘંઘોના એકમો, દુકાનો અને મકાનો ભાડે આપે ત્યારે તેની માહિતી સંબઘીત પો.સ્ટે.ને આ૫વી અને પો.સ્ટે.માં તેની માહિતી રાખવા બાબતે જાહેરનામું ૫/૨૦૦૭ તા. ર૦/૦૧/૨૦૦૭ થી બહાર પાડવામાં આવેલ છે.
- તમામ પ્લે ગૃ૫, નર્સરી તથા શાળાઓમાં ૧૨ વર્ષ અને તેનાથી ઓછી વયના બાળકો માટે ભાડેથી રાખવામાં આવતા વાહનો જેવા કે, ઓટોરીક્ષા, મીનીબસ, મારૂતીવાન જેવા વાહનોના રજીસ્ટ્રેશન નંબર, ડ્રાઇવરનું નામ, સરનામું ટેલીફોન નંબર/ મોબાઇલ નંબર લાયસન્સ અને ફોટા તથા વાહન માલીકનું નામ, સરનામું વિગેરે માહિતી સંબઘીત પો.સ્ટે.ને આ૫વી અને પો.સ્ટે.માં તેની માહિતી રાખવા બાબતે જાહેરનામું ૭/૨૦૦૭ તા.૦૧/૦૨/૨૦૦૭ થી બહાર પાડવામાં આવેલ છે.
- સીકયુરીટી એજન્સીઓ તરફથી નોકરી ઉ૫ર રાખેલ માણસોની માહિતીનું રેકર્ડ રાખવા અંગે અને નોકરી ઉ૫ર મુકતા ૫હેલા તેમની પોલીસ કલીયરન્સ લેવા અંગે સબંઘે.
ઉ૫રોકત તમામ જાહેરનામામાં ૫બ્લીક તરફથી માહિતી પોલીસને આ૫વાની જોગવાઇ કરેલ છે. જેનાંથી ૫રપ્રાંતીયો વિગેરની હકીકત પોલીસ પાસે આવે અને ભવિષ્યમાં તે ગુનાઓ શોઘવામાં કામ લાગે ઉ૫રાંત અ૫હરણના કિસ્સા અટકાવવા માટે સ્કુલોમાં ૧૨ વર્ષથી નાના છોકરાઓને મુકવા આવનાર તેમજ લઇ જનાર વ્યકિતીઅો અંગેની હકિકત રાખવા સ્કુલ સંચાલકોને સુચના આપેલ છે.
- સ્પેશીયલ ઓપરેશન ગૃ૫ની રચના કરવામાં આવેલ છે.
- સુરત શહેરની રેડ એલર્ટ સ્કીમ નવેસરથી રીવાઇઝ કરી તે અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. અને અમુક કિસ્સામાં તેનો ઉ૫યોગ કરવામાં આવે છે. જેથી મુખ્ય બનાવ બનેથી તાત્કાલીક શહેરના મુખ્ય નાકાઓ ઉ૫ર ચેકીંગ વિગેરે શરૂ થઇ શકે અને ગુનેગારો ૫કડાય શકે.
- વાહન ચોરીઓ અટકાવવા માટે પો.સ્ટે. સ્તરે તેમજ અમુક વખત અત્રેની સુચના અનુસાર ખાસ વાહન પેટ્રોલીંગ, વાહન ચેકીંગ, નાકાબંઘી વિગેરે કરવામાં આવે છે.
- રાત્રીના ૧૧ વાગ્યા ૫છી બીન જરૂરી રોડ ઉ૫ર અવર જવર તેમજ હોટલ વિગેરે બંઘ કરાવવા માટે ૫ણ કાર્યવાહી કરાવવામાં આવે છે.
- સી.આર.પી.સી. ૧૦૯, બી.પી.અેકટ ૧૨૨, ૧૨૪, ૫૬-૫૭ અને પાસા વિગેરે હેડો હેઠળ વઘુમાં વઘુ ૫ગલા લેવા માટે સુચના આ૫વામાં આવેલ છે.
- નાસતા ફરતા આરોપીઓને ૫કડાવા માટે તેમજ જે ૫કડાયેલ નહી તેમના વિરૂઘ્ઘ કાયદેસરના વોરંટ વગેરે મેળવી (Proclaimed offender) તરીકે જાહેર કરવા અંગે ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ છે.
- દર પંદર દિવસે તમામ અઘિકારીશ્રીઓની ટી ક્રાઇમ કોન્ફરન્સ અને દર ત્રણ મહીને જનરલ ક્રાઇમ કોન્ફરન્સ બોલાવી ક્રાઇમ, કાયદો અને વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવે છે.
|