પોલીસ કમિશનર, સુરત |
http://www.cpsurat.gujarat.gov.in |
પોલીસ કમિશ્નરશ્રીનો સંદેશ |
5/26/2025 3:24:42 AM |
|
વહાલા નાગરિકો,
-
સુરત શહેર પોલીસ વેબસાઇટ પર આપનું સ્વાગત છે. આ વેબસાઇટ મૂકવાનો હેતુ સાયબર ટેક્નોલોજીના નવા યુગમાં પોલીસ અને પ્રજા વચ્ચે સંદેશ-વ્યવહારનો નવો આયામ ખોલવાનો છે તથા અમારા પ્રયત્નો રહેશે કે આ થકી સુરતના નાગરિકોને અવિરત પોલીસની મદદ અને પ્રજાને તેમની રજૂઆત કરવાનો નવો માર્ગ મળી રહેશે.
-
સામાન્ય નાગરિક સાથે સંપર્ક અને સંવાદિતા કેળવી અમારું ધ્યેય ''શું હું આપને મદદ કરી શકું'' પ્રાપ્ત કરી શકીશું. ઇન્ટરનેટ દ્વારા પોલીસ અને પ્રજાના સંબંધો મજબૂત બનશે તથા વિશ્વાસ કેળવાશે.
-
આ વેબસાઇટનો હેતુ પ્રજાને પોલીસની સરળતાથી ઉપલબ્ધિ તથા પ્રજાને પ્રમાણિક અને પારદર્શી વહીવટ આપવાનો છે.
-
અમારા પ્રયત્નો સુરતને સલામત શહેર બનાવવાના છે. અમારી મુખ્ય પ્રાથમિક્તાઓ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તથા અગમચેતી ભરી પોલીસ અને પ્રજાની ભાગીદારીથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવાની રહેશે. વેબસાઇટ દ્વારા પ્રજાને પ્રમાણભૂત માહિતી મળી રહેશે જે થકી પ્રજા પોલીસની કાર્યશૈલી જાણી શકશે તથા નાગરિકોના સકારાત્મક અભિપ્રાયોને વાચા આપવા માટે જરૂરી માધ્યમ મળી રહેશે. નાગરિકોની ફરિયાદોની યોગ્ય નોંધણી તથા નાગરિકોના ત્વરિત પ્રતિભાવો વેબસાઇટને પરિણામલક્ષી બનાવશે. પ્રજાનાં સૂચનો તથા પ્રતિભાવો પોલીસને અવશ્ય મદદરૂપ બની રહેશે.
સુરત શહેર પોલીસ પ્રજાની અપેક્ષાઓ પર ખરી ઊતરવાનાં હકારાત્મક પ્રયત્નો કરશે. ઇન્ટરનેટ પોલીસિંગની મદદથી અમે અમારું ''હંમેશાં તમારી સાથે'' નું ધ્યેય જાળવી રાખીશું.
|
|