પોલીસ કમિશનર, સુરત |
http://www.cpsurat.gujarat.gov.in |
પાસપોર્ટ સેન્ટર |
5/25/2025 11:39:12 PM |
|
- પાસપોર્ટ અરજી કલેક્શન:- (૧) અત્રેની શાખામાં તા.૦૧/૦૧/૨૦૦૬ ના રોજ ફ્રેશ પાસપોર્ટ માટેની અરજીઓ સ્વીકારવામાં આવે છે. (ર) પાસપોર્ટ અરજી કુલ્લે ત્રણ પ્રતમાં સ્વીકારવામાં આવે છે, જેમાં બે પ્રત પાસપોર્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે જ્યારે એક પ્રત જે તે પો.સ્ટે.માં વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે. (3) અત્રે સ્વીકારેલી અરજીઓ જે તે દિવસે જ લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે મોકલી આપવામાં આવે છે. અને અરજી કરનાર અરજદારને રસીદ સાથે જ તેઓએ કયા પો.સ્ટે.માં વેરીફિકેશન માટે જવું તે તથા તારીખ અને સમય સાથે જ આપી દેવામાં આવે છે. જેથી અરજીઓના વેરિફિકેશનની કામગીરી ઝડપી બને છે અને વેરીફિકેશન થયેલી અરજીઓ સમય મર્યાદામાં પાસપોર્ટ ઓફિસ તરફ મુદામ માણસ સાથે રવાના કરવામાં આવે છે.
- આર.પી.ઓ. વેરિફિકેશન :- આ ઉપરાંત પાસપોર્ટ ઓફિસ તરફથી વેરિફાઈ માટે આવતી અરજીઓની કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરી, જે તે પો.સ્ટે.માં વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે અને વેરિફિકેશન થયેલી અરજીઓ સમય મર્યાદામાં પાસપોર્ટ તરફ મુદ્દામ માણસ સાથે રવાના કરવામાં આવે છે.
- એન.ઓ.સી. :- પાસપોર્ટની અરજીઓ સિવાય ઈમિગ્રેશન વિઝા માટે લોકલ એન.ઓ.સી. પણ આપવામાં આવે છે. જેમાં અરજદારની અરજી સ્વીકારી જે તે પો.સ્ટે.માં વેરિફિકેશન માટે મોકલી, વેરિફિકેશન થઈને આવતા એન. ઓ.સી. આપવામાં આવે છે.
- પાસપોર્ટ શાખા, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, સુરત શહેર. સંપર્ક નંબર–૦૨૬૧-૨૬૬૨૧૦૦
|