પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

રોડ સેફટી પ્રોજેકટ

12/8/2021 5:07:05 AM

સુરત શહેરમાં રોડ સેફટી પેટ્રોલ (આર.એસ.પી.)ની સેવા ચાલુ છે. સુરત શહેરની જુદી જુદી સ્‍કુલોમાંથી ધોરણ ૮ થી ૧૨ સુધીનાં તેમજ કોલેજમાં અભ્‍યાસ કરતા બાળકો/ વિધાર્થીઓને આર.એસ.પી. (રોફ સેફટી પેટ્રોલ) ક્રેડેટ તરીકેની સેવા માટે ભરતી કરવામાં આવે છે. જેમાં ૮૦ થી ૯૦ સ્‍કુલમાંથી હાલ ૧૦૦ થી ૧૨૫ જેટલા આર.એસ.પી.ના બાળકો સેવામાં કાર્યરત છે. આર.એસ.પી ક્રેડેટ દર રવિવારનાં તેમજ અગત્‍યનાં ખાસ તહેવારોમાં રોડ ઉપર ટ્રાફિક પોલીસની સાથે રહી ટ્રાફિક નિયમનની કામગીરી કરે છે. આર.એસ.પી.માં કમાન્‍ડન્‍ટ, આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડન્‍ટ વિગેરે કોર્ડ પ્રમાણે વિવિધ હોદ્દાઓની પણ નિમણૂંક કરવામાં આવે છે. નવા આર.એસ.પી. સેવામાં ભરતી થનાર ક્રેડેટોને ટ્રાફિકના નિયમો અંગેનું જ્ઞાન આપવામાં આવેલ છે. તેઓને સુરત મ્‍યુનિસિપલ કોર્પોરેશન હસ્‍તકનાં મજુરા ગેટ ખાતેનાં ચિલ્‍ડ્રન પાર્ક ખાતેનાં ટ્રેનીંગ સેન્‍ટરમાં લઇ જઇ નિયમો અંગેનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તેમજ સુરત શહેરના પોલીસ મુખ્‍ય મથક પરેડ ગ્રાઉન્‍ડ ઉપર રવિવારના રોજ પરેડ રાખવામાં આવે છે.