પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

તાલીમ

7/1/2025 7:57:48 AM
  • સુરત શહેરના આર્મ, અનાર્મ પો.સ.ઈ., એ.એસ.આઈ., હે.કો. તથા પો.કો.નાઓને જુનાગઢ રીફ્રેશર કોર્ષમાં તથા કમાન્ડો બેઝીક, રીફ્રેશર કોર્ષ માટે કરાઈ ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.
  • સુરત શહેરના પોલીસ અધિકારીઓ/ પોલીસ કર્મચારીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે. તેમજ ગુજરાત સરકાર ઘ્વારા કારાઈ ખાતે તેમજ એસ.સી.આર.બી. ગાંધીનગર ખાતે તાલીમમાં મોકલવામાં આવે છે.
  • સુરત શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને કોમ્પ્યુટરની મોડયુલ-૧ ની તાલીમ આપવામાં આવેલ છે.
  • જયારે પોલીસની નવી ભરતી થાય છે ત્‍યારે ટ્રેનીંગ સેન્‍ટોરોમાં તાલીમ માટે જગ્‍યા ન હોય ત્‍યારે પોલીસ મુખ્‍ય મથક ખાતે રીક્રુટોને પાયાની તાલીમ (બેઝીક તાલીમ) ૫ણ આ૫વા આવે છે.
  • યોગાના નિષ્‍ણાંતોને આમંત્રણ આપી યોગા/ પ્રાણાયામની તાલીમ ૫ણ આ૫વામાં આવે છે.
  • એચ.આઇ.વી./ એઇડસના વિષય ૫ર નિશુલ્‍ક તાલીમ ૫ણ આ૫વામાં આવેલ છે.
  • સમાજ પ્રત્‍યે સમાજના નાનામાં નાના માનવી પ્રત્‍યે વહીવટની સંવેદનશીલતા વિકાસ અને સેવાકીય ક્ષેત્રમાં નીતિ અને નિર્ણયોનો જવાબદારી પુર્વક અમલ કરવાની નિર્ણાયત્‍મકતા સામાન્‍ય માનવીને મદદરૂ૫ થવાની સરકારી તંત્રની હકારત્‍મક માનસિકતાનું વાતાવરણ સર્જવાનું આવશ્‍યકતા હોય છે આ માટે વી-ગર્વન્‍સ વાઇબ્રન્‍ટ ગર્વન્‍સ ઘ્‍વારા કર્મયોગીની તાલીમ ૫ણ આ૫વામાં આવે છે.
  • આકસ્‍મિક સંજોગોમાં મુશ્‍કેલીનો સામનો કરવાનો પ્રશ્ર્ન ઉ૫સ્‍િથત ન થાય તે માટે અઘિકારીશ્રીઓને તેમજ પોલીસ જવાનોને હથીયાર તથા તે અંગેની તાલીમથી સંપુર્ણ થાય તે માટે વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસનું ૫ણ આયોજન કરવામાં આવે છે.
  • પોલીસ માણસોને અત્‍યાધુનિક હથીયારો જેવા કે, એસ.એલ.આર., એ.કે.૪૭, તથા બીજા ઓટોમેટીક વેપનની તાલીમ આપવામાં આવે છે.
  • ખાસ કરીને કવીક રીએકશન ટીમ, પી.સી.આર.ના પોલીસ સ્‍ટાફને આધુનિક હથીયારો સાથે ફરજ લેવાની હોય તેઓને તમામ પ્રકારની તાલીમ આપી સુસજજ રાખવામાં આવેલ છે.
  • પોલીસ માણસોની તંદુરસ્‍તી જળવાઇ રહે તેમજ આધુનિક હથીયારોનું જ્ઞાન મળી રહે તે માટે એક અઠવાડિયાનો રીફ્રેસર કોર્ષ પોલીસ મુખ્‍ય મથક ખાતે નિયમિત ચાલે છે.