પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

લક્ષ્ય અને હેતુઓ

5/26/2025 3:15:12 AM

સુરત શહેર પોલીસ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યરત છે. તે સમાજમાં સભ્યો અને કર્મચારીઓની ભાગીદારીથી સામાજિક અને આથિર્ક ગુનાખોરી ડામવા કટિબદ્ધ છે. અમો કર્મચારીઓને હકારાત્મક, સ્પર્ધાત્મક અને સમસ્યાનો આગવી રીતે ઉકેલ લાવી શકાય તેવું વાતાવરણ પૂરું પાડીએ છીએ.

સુરત શહેર પોલીસના સંસ્થાકીય મૂલ્યો

  • સંસ્થાકીય બાંયેધરી :- પોલીસ તરીકેની અમારી ફરજ પ્રતિ નૈતિક ધોરણે પ્રતિબદ્ધ છીએ. પોલીસ તરીકે સેવા આપતા અમારા વ્યક્તિગત સંબંધો કરતાં સમાજના કલ્યાણ પ્રતિ ફરજનિષ્ઠ છીએ.

  • વિકાસની બાંયેધરી :- સુરત શહેર પોલીસ અત્રેથી વેગવાન અને બદલાતા વાતાવરણ સાથે કદમ મિલાવે છે. અમે પોલીસ સેવાને વધુ સુધારવાની તકો ઝડપી લેવા જાગ્રત છે.

  • કર્મચારીને બાંયેધરી :- અમો અમારા કર્મચારીઓને ઉમદા અને સ્પર્ધાત્મક વાતાવરણની તકો પૂરી પાડવા બંધાયેલા છીએ.