પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

ડોમીસાઈલ

5/26/2025 4:16:21 AM

ડોમીસાઇલ  સર્ટીફીકેટ

            અરજદારે ડોમીસાઇલ સર્ટીફીકેટ મેળવવા સારુ સાદા કાગળ ઉપર પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ નાઓને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે અને સાથે વસવાટ હક અને પ્રશ્નાવલી ની વિગતો સાથે ભરી અને જરૂરી તમામ દસ્તાવેજો સામેલ રાખી  પોતાના રહેણાંક ના પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવાની રહેશે અને પોલીસ સ્ટેશન ખાતેથી તપાસ થઇને અભિપ્રાય સાથે પોલીસ કમિશ્નરશ્રી ની કચેરી ખાતે આવેથી અરજીની જરુરી ચકાસણી કરી ડોમીસાઇલ સર્ટીફીકેટ સમય મર્યાદામાં તૈયાર કરવામાં આવે છે અને અત્રેથી સ્પીડ પોસ્ટ દ્વારા અરજદારના ઘરે મોકલી આપવામાં આવેછે.ખાસ કિસ્સામાં અરજદારને અત્રેની કચેરીથી રૂબરૂમાં સર્ટી આપવામાં આવે છે.

મુળ ગુજરાતના વતની હોય   

 

(૧) જન્મનુ પ્રમાણપત્ર (૨) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૩) રહેણાંકના પુરાવા તરીકે ચાલુ માસનુ લાઇટબીલ (૪) મ્યુ.ટેક્ષ.બીલ અથવા ભાડે રહેતા હોયતો ભાડા કરાર તથા સંમતી કરાર (૫) અરજદારે જે જે શાળા કોલેજમાં અભ્યાસ કરેલ હોય તે શાળા/કોલેજના બોનાફાઇડ અથવા માર્કશીટ (૬) પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટોગ્રાફ (૭)ત્રણ રૂપીયાની કોર્ટ ટીકીટ (૮) એસ.એસ.સી.માર્કશીટ/છેલ્લી માર્કશીટ મળ્યાના આધાર પુરાવા,ચુંટણી કાર્ડ

 

ગુજરાત રાજ્ય બહારથી આવી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય

 

(૧) મૂળ વતનના રાજ્યના ડોમીસાઇલ ના હક્કો છોડવા અને ગુજરાત રાજ્યના ડોમીસાઇલ હક્ક સ્વીકારવા અંગેનું સ્પષ્ટ એફીડેવીટ જે તે રાજ્યના ડોમીસાઇલના હક્ક છોડ્યાનુ એફીડેવીટ આપવાનુ રહેશે..(૨) છેલ્લા દશ વર્ષના ગુજરાત રાજ્યમાં રહેતા હોવાના પુરાવા મ્યુનિસિપાલ ટેક્ષ લાઇટબીલ હશે તોજ તેને ડોમીસાઇલ સર્ટીફીકેટ મળવાપાત્ર રહેશે. ઉપરાંત (૩) જન્મનુ પ્રમાણપત્ર (૪) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૫) રહેણાંકના પુરાવા તરીકે ચાલુ માસનુ લાઇટબીલ (૬) મ્યુ.ટેક્ષ.બીલ અથવા ભાડે રહેતા હોયતો ભાડા કરાર તથા સંમતી કરાર, (૭) અરજદારે જે જે શાળા કોલેજમાં અભ્યાસ કરેલ હોય તે શાળા/કોલેજના બોનાફાઇડ અથવા માર્કશીટ, (૮) પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટોગ્રાફ (૯)ત્રણ રૂપીયાની કોર્ટ ટીકીટ (૧૦) એસ.એસ.સી.માર્કશીટ/છેલ્લી માર્કશીટ મા બાપના આધાર,ચુંટણી કાર્ડ