પોલીસ કમિશનર, સુરત |
http://www.cpsurat.gujarat.gov.in |
પાકિસ્તાની નાગરિકોની નોંધણી |
5/26/2025 3:03:09 AM |
|
-
પાકિસ્તાની નાગરિકોની નોંધણી
-
પાકીસ્તાન નાગરીક ભારતમાં ટુંકી મુદતના વિઝા ઉપર આગમન બાબત :-
(૧.) નિયમાનુસાર પાકીસ્તાની નાગરિક ભારતમાં વિઝાના મુલાકાતના સ્થળે આવ્યા બાદ ૨૪ કલાકની અંદર જે તે એફ.આર.ઓ.શ્રીની કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જો ૨૪ કલાકની અંદર રજીસ્ટ્રેશન કરવામાં ના આવે તો લેઇટ ફી ભરવાની રહે છે.
(૨.) અત્રેના પાકિસ્તાન સેક્શનમાં સૌપ્રથમ પાકિસ્તાન નાગરિકો ટુંકાગાળાના (વિઝીટ, મેડીકલ, અને બિઝનેસ) વિઝા (૩૦ દિવસ, ૪૫ દિવસ, ૬૦ દિવસ અને ૯૦ દિવસના) મેળવીને મુનાબાઓ રેલ, અટારી-વાઘા રોડ અને રેલ, દિલ્હી એર અને મુંબઈ એર ચેકપોસ્ટ મારફતે ભારતમાં પ્રવેશી નિર્ધારીત સ્થળે પહોંચ્યા બાદ તેઓએ ૨૪ કલાકની અદર રજીસ્ટ્રેશન કરાવવાનુ હોય છે. જે મુજબ પાકીસ્તાન નાગરીકો અત્રે રજીસ્ટ્રેશન માટે એરાઈવલ થવા આવે ત્યારે પાક નાગરિકો પાસેથી જરુરી ડોક્યુમેન્ટ લઈને તેઓની માહિતી ઓનલાઈન (IVFRT) સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવે છે અને જેનાથી ઓનલાઈન RP (રેસીડન્ટ પરમીટ) ઈસ્યુ થાય છે. જે રેસીડન્ટ પરમીટમાં તેમની મુલાકાતના સ્થળો તથા ક્ટલો સમય ભારતમાં રહેવાનું હોય છે તે દર્શાવવામાં આવેલ હોય છે.
(૩.) STV (SHORT TERM VISA) માટે પાકિસ્તાન નાગરિકો ઈન્ડીયન એમ્બેસીમાં વિઝા માટે એપ્લાય કરે ત્યારે MHA ન્યુ દિલ્હી ખાતેથી (IVFRT-PRC) સોફ્ટવેરમાં પ્રિ-વિઝા ઈન્કવાયરી ઓનલાઈન અત્રેની કચેરી ખાતે મળે છે તે પ્રિ-વિઝા ઈન્ક્વાયરી અત્રેની કચેરી ખાતે ડાઉનલોડ કરી જે તે પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ માટે મોકલવામાં આવે છે અને પો.સ્ટે.થી અભીપ્રાય સાથે પરત આવેથી ઓનલાઈન સબમીટ કરવામાં આવે છે.
(૪.) પાકિસ્તાન નાગરિકોના અનિવાર્ય સંજોગોમાં કોઈ કારણોસર વિઝા વધારવાની જરૂર પડે તો મેડીકલ ગ્રાઉન્ડ ઉપર વિઝા વધારવા માટે FROશ્રીને સરકારશ્રી તરફથી ૯૦ દિવસ સુધી વિઝા વધારવાની સત્તા આપવામાં આવેલ છે, અને બીજા કોઈ કારણસર વિઝા વધારવાની જરૂર પડે તો તે પ્રકરણ એફ.આર.આર.ઓ.શ્રી આંબાવાડી, પોલીટેકનીક, અમદાવાદ શહેર નાઓ તરફ મોકલી આપવામાં આવે છે.
(૫.) જે સ્થળે રોકાવા માટેની વિઝા મેળવેલ હોય તે સ્થળેથી બીજા સ્થળે જવા સારુ અત્રેની એફ.આર.ઓ.શ્રીની કચેરીથી પરવાનગી લેવાની રહે છે. વિઝાની મુદ્દત વધારવા સારુ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવાની રહે છે. જે મુદ્દત દિન ૯૦ સુધી વધારી શકાય છે.
|