- ૧. લાઉડ સ્પીકર, સભા –સરઘસની પરવાનગી અંગેના નિયમો
૧.લાઉડ સ્પીકર,સભા,સરઘસની પરવાનગી અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના ચાર્જ હેઠળના વિસ્તારમાં લાગુ પડશે.
૨.કોઈ સરઘસ અથવા સભાના સંચાલકે અધિકૃત પોલીસ અધિકારીની લેખીત પરવાનગી મેળવી હોય તે સીવાય એવું સરઘસ રસ્તા ઉપર અથવા રસ્તાની બાજુએ કાઢવું નહિ અને એવી સભા રસ્તા ઉપર અથવા તેની બાજુએ અથવા
જાહેર સ્થળે ભરવી નહિ.
૩. અધિકૃત અધિકારીની પરવાનગી સીવાય સરઘસ અથવા સભામાંની કોઈ વ્યકિતએ :-
- શારીરિક ઈજા પહોંચાડવા માટે વાપરી શકાય તેવા કોઈ શસ્ત્ર, ડંગોરો, તલવાર, ભાલો, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા બીજી કોઈ વસ્તુ સાથે રાખવી નહિ.
- કોઈ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક મિસાઈલ, હથિયારો, સાધનો અથવા જલતી અથવા સળગતી મશાલ સાથે રાખવા નહિ
- કોઇ વાહન અથવા પશુ પોતાની સાથે લઈ જવું નહિ.
- જે અરજદારશ્રી નાઓએ સભા/સરઘસ/લાઉડ સ્પીકર માટે અરજી આપનાર હોય તેમા પોતાની સહીવાળી લેખિત અરજી આપવાની રહેશે.
- જે તારીખે સરઘસ કાઢવા ધાર્યું હોય અથવા સભા ભરવા ધારી હોય તે તારીખના ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ આવી અરજી અધિકૃત અધિકારીને કરવી જોઇશે:
- પરંતુ ઉપર્યુકત પ્રમાણેની સમય મર્યાદામાં અરજી કરવામાં આવે ન હોય તો પણ સબળ અને પુરતા કારણો દર્શાવવામાં આવ્યેથી અધિકૃત અધિકારી તે તારીખના ઓછામાં ઓછા બે દિવસ અગાઉ અરજી કરવામાં આવી હોય તો પરવાનગી આપી શકશે.
૪. અરજીમાં નીચેની વિગતો હોવી જોઈએ—
- સંચાલક / પ્રયોજકનું પુરું નામ અને તેના નિવાસ- સ્થાનનું સરનામું તથા મોબાઈલ નંબર.
- સરઘસ / સભામાં ભાગ લેવાનો સંભવ હોય તેવી વ્યકિતઓની વધુમાં વધુ સંખ્યા.
- સરઘસ વાજિંત્ર સાથે કે તે વિના લાઉડસ્પીકર સાથે કે તે વિના કાઢવાનું છે કે કેમ અને સભા લાઉડ સ્પીકર સાથે કે વિના ભરવાની છે કે કેમ?
- સરઘસ કાઢવાનું હોય અથવા સભા ભરવાની હોય તે તારીખ,સ્થળ,શરુ થવાનો સમય.
- સરઘસની બાબતમાં નિર્ધારિત સ્થળે પહોંચવામાં સરઘસને લાગવાનો જરૂરી સમય અને માર્ગ ઉપર થોભવાના સમય અને સ્થળ.
- સભાની બાબતમાં ક્યારે સભા વિખેરાઈ જવાનો સંભવિત સમય.
- સરઘસ કાઢવાનો હેતુ અથવા સભા ભરવાનો હેતુ.
- સરઘસ લઈ જવાનાં અથવા સભામાં રાખવાનાં વાહનો પશુઓ, વાજિંત્રના સાધનો અથવા બીજી કોઈ ચીજોની વિગતો.
- પોતાને આપેલી પરવાનગી અંગેના દસ્તાવેજ સાથે અરજદારે સરઘસની જોડે રહેવું અથવા સભામાં હાજર રહેવું જોઈશે. અને ફરજ ઉપરના કોઈ પોલીસ અધિકારી તે તપાસવા માટે માગે ત્યારે તેણે તે રજૂ કરવો જોઈશે.
૫. સરઘસ કાઢવાની પરવાનગી માટેની શરતો.
- સરઘસમાં ભાગ લેનાર વ્યકિતઓએ રસ્તાની ડાબી બાજુની નજીક ચાલવું અને ટ્રાફિકની મુક્ત અવરજવરને અવરોધ થાય તે રીતે ચાલવું નહિ
- લોકોને ભય અવરોધ અથવા અગવડ થાય તે રીતે સરઘસનું સંચાલન કરવું નહિ અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની પરવાનગી સિવાય પરવાનગી આપેલા માર્ગથી વિચલિત થવું નહિ,
- સરઘસમાં ભાગ લેનાર વ્યકિતઓએ કોઈ અશ્લીલ અથવા નિંદાજનક જાહેર પત્રિકા, ભીંતપત્રો, આકૃતિઓ પ્રદર્શિત કરવા નહિ અથવા જ્યારે તેઓ કોઈ રસ્તા અથવા સાર્વજનિક સ્થળે હોય ત્યારે અશ્લીલ અથવા નિંદાજનક ચાળા કરવા નહિ અથવા તેવા શબ્દો બોલવા નહિ.
- કોઈ સરઘસમાં એકી સમયે એક ઝંડો અને ૧૨ કરતાં વધુ ધ્વજ દંડો હોવા જોઈએ નહિ. અને ધ્વજ દંડની લંબાઈ એક મીટર કરતાં વધુ હોવી જોઈએ નહિ. તેને વ્યાસ બે સેન્ટિમિટર કરતાં વધુ હોવો જોઈએ નહિ.
- સભા ભરવાની પરવાનગી માટેની શરતો.
(૧) સભાના સંચાલકે તેમાં ભેગી થવાનો સંભવ હોય તેવી વ્યકિતઓ માટે મળવાની જગા ધ્યાનમાં લઈ ને આવી સભા માટે સ્થળ નક્કી કરવું.
(૨) સભા ટ્રાફીકને અથવા તેની નજીકમાં રહેતી વ્યકિતને અગવડ અથવા અવરોધ, ત્રાસ ન થાય તે રીતે ભરવા દેવી.
(૩) ફરજ ઉપરના કોઈ પોલીસ અધિકારી ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રી ભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટતા અથવા નીતિમત્તાના હિતમાં આપે તેવી નિયંત્રણ સંચાલન વર્તણુંક અથવા પગલાં અંગેના તમામ હુકમો અથવા આદેશોનું સભામાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈશે.
(૪) અરજી આ નિયમો અનુસાર કરવામાં આવી ન હોય તો આવી પરવાનગી આપવી તે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા રાજ્યની સલામતી, વિદેશી રાજયો સાથેના મૈત્રી ભર્યા સબંધો જાહેર વ્યવસ્થા, શિષ્ટતા અથવા નીતિમત્તાના હિતમાં થશે નહિ એવો પોતાનો અભિપ્રાય થાય તો અધિકૃત અધિકારી સરઘસ કાઢવાની અથવા સભા ભરવાની પરવાનગી આપવાની ના પાડી શકશે.
(૫) અધિકૃત અધિકારીએ પરવાનગી આપવાની ના પાડી હોય ત્યારે તેણે તે માટેનાં કારણો નોંધવા અને પરવાનગી આપવાની ના પાડવા માટેનાં કારણો નિર્દિષ્ટ કરતા હુકમની એક નકલ અરજદારને આપવી. આવો હુકમ અરજી મળ્યાની તારીખથી પાંચ દિવસની અંદર જણાવવો.
(૬) પરવાનગી આપવાની ના પાડતો હુકમ કરવામાં આવે ત્યારે અરજદાર હુકમ મળ્યાની તારીખથી પાંચ દિવસની મુદતની અંદર અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને અપીલ કરી શકશે અને તેઓ અરજદારને જે સુનાવણીની તક આપ્યા પછી પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે કોઈ હુકમ કર્યો ન હોય અથવા ત્રણ દિવસની મુદતની અંદર આવી અપીલના સબંધમાં તેમનાં તરફથી કોઈ પત્ર મળ્યો ન હોય તો અપીલ કરનારની તરફેણમાં અપીલનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ ગણાશે અને પરવાનગી આપવામાં આવી છે એમ ગણાશે.
- નોંધ :- ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા રાજ્યની સલામતી વિદેશી રાજયો સાથેના મૈત્રીભર્યા સંબંધને જાહેર વ્યવસ્થા, શિષ્ટતા અથવા નીતિમત્તાના હિતમાં ફરજ ઉપરના કોઈ પોલીસ અધિકારી આપે તે નિયંત્રણ સંચાલન અથવા પગલાં અંગે તમામ હુકમો અથવા આદેશોનું સભા અથવા સરઘસમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈશે.
- સ્મશાન યાત્રા કે વરઘોડા માટે પરવાનગીની જરૂર રહેશે નહિ.
- .જાહેરનામા બહાર પાડવા બાબતે
- જાહેરનામા અંગે બહાર પાડવા બાબતે -:
(૧)ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- ૩૭(૧) મુજબ હથીયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. (૨) ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે (૧) મકાન ભાડુઆત, (૨) સ્પા-મસાજ (૩) નોઈઝ પોલ્યુશન, (૪) ગુજરાત સરકાર /કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ સંસ્થા/ બોર્ડ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના જાહેરનામા તેમજ વી.વી.આઈ.પી મુવમેન્ટ સમયેનો ડ્રોન ફલાય ઝોન બાબતના જાહેરનામાં બહાર પાડવામાં આવે છે.
- ડ્રોન અરજી અંગે સુચના.
ડ્રોન ઉડાડવાનુ પરમીટ મેળવવા માટે ભારત સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ “ડ્રોન નિયમ -૨૦૨૧” અંતર્ગત D.G.C.A પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની હોય છે.
૪.લાઉડ સ્પીકરના નિયમો.
- લાઉડ સ્પીકરના નિયમ
લાઉડ સ્પીકર અંગે પરવાનગી માંગનાર પરવાનેદારે અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નં.ગુપ્રનિબોર્ડ/નોઈસ/યુનિટ-૪/જન-પીએન-૫/ ૫૧ર૫ર/ તા. ૧૪/૦૫/ર૦૧૦ થી ધોંધાટ ઉત્તપન્ન કરતા અને નિ૫જાવતા શ્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના ૫ર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ૫ર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ર૫ હેઠળ ઘ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-ર૦૦૦ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ ૦૩/૦૧૨/૨૦૧૯ ના નિયમ તથા ગુજરાત સરકાર ગૃહ વિભાગના પરીપત્ર ક્રમાંક HD/COU/e-file/ 8/ 2023 /0331/ M/P.F સચિવાલય,ગાંધીનગર તા.૦૪/૦૫/૨૦૨૪ ના નિયમોનું પાલન કરવાનું રહેશે.