પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

સીનેમા, મનોરંજન

1/21/2022 11:03:10 AM
 

સિનેમા, મનોરંજન પરવાના :-

જાહેર પ્રજાના મનોરંજન માટેનું એકમાત્ર મહત્વનું સાધન સિનેમા છે. સિનેમા પ્રદર્શિત કરવા માટે સિનેમાગૃહો ચલાવવામાં આવે છે અને સિનેમાગૃહો શરૂ કરતાં પહેલાં તેના બાંધકામ માટે સંબંધિત કચેરી પાસેથી એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) મેળવવાનું રહે છે. સિનેમાગૃહો શરૂ કરતાં પહેલાં પોલીસ કમિશનરશ્રી/કલેક્ટરશ્રી પાસેથી પરવાનો લેવાનું ફરજિયાત છે. બોમ્બે સિનેમા એક્ટ ૧૯૫૩ અને મુંબઈ સિનેમા નિયમ ૧૯૫૪ અન્વયે પરવાનો મંજૂર કરવાનો તથા જૂના પરવાના તાજા કરવા અંગેના નિયમો મુકર્રર કરવામાં આવેલ છે. સદરહુ કાયદા અને નિયમ અનુસાર નવા પરવાના માટે નિયત નમૂના મુજબના ફોર્મમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે તથા શહેરી વિકાસ સત્તા મંડળ/મ્યુનિસિપલ કોર્પોરેશન, કાર્યપાલક ઈજનેરશ્રી, ફાયર બ્રિગેડ તથા સ્‍થાનિક પોલીસના એન.ઓ.સી.ના આધારે સ્થળની ચકાસણી કર્યા બાદ નવા પરવાના મંજૂર કરવામાં આવે છે.

લાઇસન્‍સ શાખામાંથી થતાં મનોરંજન કાર્યક્રમો અંગેના પરવાના બાબતે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.

બંધ હોલ/રિન્‍યૂ થવા, હોલના બુકિંગ/પર્ફોર્મન્‍સ લાઇસન્‍સ માટે રજૂ કરવાનાં પ્રમાણપત્રો

બંધ/રિન્‍યૂ થતાં હોલ માટે
(ટાઉન હોલ, ટાગોર હોલ, દિનેશ હોલ, એચ.કે.હોલ, ઠાકોરભાઇ હોલ વિગેરે)

 • અરજી ફોર્મ ત્રણ રૂપિ‍યાના કોર્ટ સ્‍ટેમ્‍પ સાથે.
 • હોલ ભાડાની પહોંચની ઝેરોકસ.
 • આર્ટિસ્‍ટનો સંમતિપત્ર/નાટક હોલના સાંસ્‍કૃતિક બોર્ડનું પ્રમાણપત્ર.
 • ફીનું નિયત ચલણ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્ડિયા, લાલદરવાજા ખાતે ફી ભરીને.

ઓપન પાર્ટી પ્‍લોટ/રિન્‍યૂ નહીં થતાં હોલ માટે રજૂ કરવાનાં પ્રમાણપત્ર.

 • અરજી ફોર્મ ત્રણ રૂપિ‍યાના કોર્ટ સ્‍ટેમ્‍પ સાથે.
 • હોલ/જગ્‍યા ભાડાની પહોંચની ઝેરોકસ.
 • આર્ટિસ્‍ટનો સંમતિપત્ર.
 • જગ્‍યાનું ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર.
 • પાર્કિંગની વિગત/ટ્રાફિક અભિપ્રાય
 • પ્રદર્શન તથા આનંદ મેળાના કિસ્‍સામાં પી.ડબ્‍લ્‍યુ.ડી.ના પ્રમાણપત્ર/વીમો/સિક્યુરિટીની વ્‍યવસ્‍થા.
 • પોલીસ સ્‍ટેશનનો અભિપ્રાય

પુલ પાર્લર/હેલ્‍થ ક્લબ/એમ્‍યુજમેન્‍ટ પાર્ક

ઉપરોકત વિષય અન્‍વયે સવિનય જણાવવાનું કે અમદાવાદ શહેર વિસ્‍તારમાં સાર્વજનિક આમોદપ્રમોદનાં સ્‍થળો માટે પોલીસ કમિશનર અમદાવાદ શહેરના જાહેરનામા ક્રમાંકઃ૮૮૮/ર૬, તા.૧૮-૪-૧૯૬૨થી ઘડાયેલા નિયમો મુજબ લાઇસન્‍સ મેળવવું ફરજિયાત છે. આપને સાર્વજનિક આમોદપ્રમોદના સ્‍થળ શરૂ કરવા લાઇસન્‍સ આપવા અંગે વિચારણા થઇ શકે તે માટે નીચે દર્શાવ્‍યા મુજબની વિગતો મોકલી આપશો.

૧.

આમોદપ્રમોદનું સ્‍થળ જે પેઢીના નામે શરૂ કરવામાં આવેલ છે તે પેઢીનું નામ અને સરનામું.

૨.

પેઢીના માલિક/ભાગીદારોનાં નામ, રહેઠાણનાં સરનામાં, હોલનો વ્‍યવસાય અને હાલના વ્‍યવસાયના સ્‍થળ કે સ્‍થળોનાં સરનામાં.

૩.

આમોદપ્રમોદના સ્થળે જે વ્‍યક્તિ મેનેજર તરીકે હાજર રહે છે તેમનું નામ અને સરનામું.

૪.

સાર્વજનિક આમોદનું સ્‍થળ કેટલાં વાગ્‍યાથી કેટલાં વાગ્‍યા સુધી ખુલ્‍લું રહે છે.

૫.

ઉક્ત સ્‍થળે એક સમયમાં વધુમાં વધુ કેટલાં માણસોને પ્રવેશ આપવામાં આવે છે.

૬.

ઉક્ત સ્‍થળે પ્રવેશ મેળવનાર પાસેથી કોઇ પ્રવેશ ફી વસૂલ લેવાય છે કે કેમ ? હા, તો તેની વિગતો.

૭.

હેલ્‍થ ક્લબ/જિમ્‍નેશિયમ વિગેરે માટે કેટલાં સમય માટે કયા દર વસૂલ લેવામાં આવે છે. તેની આઇટમ દીઠ વિગતો.

૮.

હેલ્‍થ ક્લબ/જિમ્‍નેશિયમ વિગેરે માટે કયાં સાધનો ગોઠવાયેલાં છે.? તે તમામનાં નામ અને સંખ્‍યા દર્શાવવી.

૯.

ઉક્ત સ્‍થળ જેની માલિકીનું હોય તેનું નામ અને સરનામું તેમ જ સૂચિત વ્‍યવસાય માટે તેમનું ના વાંધા પ્રમાણપત્ર.

૧૦.

સદરહું સ્‍થળ વ્‍યાપારિક હેતુ માટે વાપરી શકાય છે, એટલે કે તે સ્‍થળ કમર્શિયલ યુઝ માટે છે. તે અંગેનું અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન કે સંબંધિત સ્‍થાનિક સત્તામંડળનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ.

૧૧..

આ સ્‍થળે આગ ઓલવવાનાં જે સાધનો વસાવ્‍યાં હોય કે વસાવવાનાં હોય તે તમામ સાધનોનાં નામ અને સંખ્‍યા.

૧૨.

આ સ્‍થળના સ્‍કેલ મુજબનો નકશો અને આવવા જવાનાં બારણાંઓ અને બારીઓની વિગત.

૧૩.

બાંધકામના સુરક્ષાના પુરાવારૂપે લાઇસન્‍સ ધરાવતા કે ક્વોલિફાઇડ આર્કિટેક્ટ/એન્જિનિયરનો પ્રમાણિત થયેલ સૂચિત સ્‍થળનો નકશો.

૧૪.

સૂચિત સ્‍થળે એરકંડિશનર છે કે કેમ ? ના, તો ગોઠવેલ એકઝેસ્‍ટ ફેનની સંખ્‍યા.

૧૫.

ગ્રાહકોનાં વાહનો પાર્ક કરવા માટે જે વ્‍યવસ્‍થા ગોઠવેલ હોય તો પાર્કિંગ સ્‍થળનો સ્‍કેલ મુજબનો નકશો.

૧૬.

પાર્કિંગ સ્‍થળના માલિકનું નામ અને સરનામું.

૧૭.

જો અરજદાર પેઢી પાર્કિંગના સ્‍થળની સ્‍વતંત્ર માલિકી ધરાવતા ન હોય તો અરજદાર તે પાર્કિંગ સ્‍થળનો કેટલો ભાવ તેમના ગ્રાહકોના વાહન પાર્ક કરવા માટે વાપરવા અધિકૃત રહેશે, તેની વિગત દર્શાવતું માલિકનું સંમતિપત્ર.

૧૮.

ગ્રાહકોમાં વાહનો સૂચિત જગ્‍યાએ પાર્ક થાય તે માટે કેટલાં માણસો પાર્કિંગ કરાવવાની ફરજ માટે રોકવામાં આવનાર છે.

૧૯.

આ સ્‍થળની આજુબાજુ કેટલાં અંતરે નિશાળ કે કોઇ ધાર્મિક સ્‍થળ આવેલ છે. તેની સંપૂર્ણ વિગતો.

જ્યાં સુધી લાઇસન્‍સની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી આમોદપ્રમોદનું આપનું સ્‍થળ ચાલુ ન રહે તે જોવા વિનંતી છે.