પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

પ્રવાસીના રોકાણનું એક્સટેન્શન

1/21/2022 11:36:44 AM

રેટિંગ:

એન.આર.આઈ/ફોરેનર્સ નાગરીક ભારતીય વિઝા લંબાવવા ઈચ્છતા હોય તો તેમણે http://indianfrro.gov.in/frro  યુ.આર.એલ. ઉપર લોગીન થઇ તેમાં જણાવેલ માર્ગદર્શન મુજબ અનુસરવાનું રહેશે. આ કાર્યવાહી માટે કેન્દ્ર સરકારે નીચે મુજ્બની વિઝા ફી નકકી કરેલ છે.(જેમાં કેન્દ્ર સરકારશ્રીની સૂચના મુજ્બ ફેરફાર ને અવકાશ છે.) વધુમાં વધુ એક વર્ષની વિઝા માટે અરજી કરવાની રહેશે.
1.  એક દીવસથી છ માસ – રૂ.4960/-
2.  એક વર્ષ – રૂ.7440/-
3.  પેનલ્ટી – રૂ.2010/-

(એસબીઆઈ માંડવી વડોદરા ખાતે ચલણથી ભરવા)
તેમજ વિઝા વધારવાની પ્રક્રિયામાં મોડા પડનાર અરજ્દાર માટે રૂ.2010/- દંડાત્ત્મક રકમ વસુલ લેવાનું ઠેરવેલ છે.સાથે અરજ્દાર આ માટે આ પ્રક્રિયામાં મોડા પડેલ છે તેને ખુલાસા પત્ર પણ આપવાનો રહેશે.

જનરલ માર્ગદર્શીકા

  • એગ્રેજીમાં પોલીસ કમીશ્‍નરશ્રીને સબોધીત વીનંતી પત્ર.
  • અંડરટેકીંગ (ભલામણ પત્ર)
  • એક વ્‍હાઈટ બે્રકગ્રાઉન્‍ડ પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • રહેઠાણના પુરાવા.
  • પાસપોર્ટ-વિઝા તથા ભારતમાં આવ્‍યા અંગેના પાનાની પાસપોર્ટની વાંચી શકાય તેવી કલર કોપી
  • નાના બાળકો હોયતો માતાપિતાના પાસપોર્ટની કોપી-જન્‍મનો દાખલો-માતાપિતાના લગ્ન સર્ટિફિકેટ.
  • વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્‍યાસનું બોનાફાઈડ સર્ટિફિકેટ -ફાઈનાન્‍સીયલ પેપર્સ.
  • ભારતીય નાગરીક સાથે લગ્ન કરેલ હોયતો મેરેજ સર્ટિફિકેટ- તથા પતિના ભારતીય પાસપોર્ટ ની નકલ.
  • એમપ્‍લોયમેંટ/બિઝનેશ વિઝા હોલ્‍ડર્સ વિદેશી નાગરીકોએ તેઓના કંપનીના કોન્‍ટ્રેકટ – ઈન્‍કમટેક્ષ રીટર્નની નકલ-કંપની આરઓસી.
  • મૂળ ભારતીય નાગરીક અંગેના પુરાવા જેવા કે બર્થ સર્ટિફિકેટ-માતાપિતાના પાસપોર્ટની નકલ તથા તેઓના મેરેજ સર્ટિફિકેટની નકલ.