પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

સાફલ્યગાથા

4/19/2024 7:45:24 AM

વરાછા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના કામે ભોગ બનનાર બાળકને ગણતરીના કલાકમાં શોધી કાઢી આરોપી મહિલાની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ.

 

        વરાછા પો.સ્ટે.  I  ગુ.ર.નં.૧૧૯/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૫, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં સ્મીમેર હોસ્પિટલ ખાતેથી એક ખુશાલ નામના બાળક ઉ.વ.૩ ને એક ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલ મહિલા આપહરણ કરી લઇ ગયેલાનું હોસ્પીટલના સી.સી.ટી.વી. કેમેરા આધારે જાહેર થયેલ હોય, જેથી ડીસીબીના અધિકારીશ્રીઓ/પોલીસ માણસોની જુદી જુદી ટીમો શહેર વિસ્તારમાં મજકૂર અપહૃત બાળકને શોધવા માટે નીકળેલ હતી. તે દરમ્યાન આરોપી મહિલા સરીતાબેન તે સુભાષભાઇ સુનિલભાઇ પવાર ઉ.વ.રપ રહે. કામરેજ ખોલવડ, ક્રિષ્ણા રેસીડેન્સી-બી/૧૨ માં આવેલ સોહેલભાઇની મીનરલ વોટરની દુકાનમાં, સુરત. મુળ વતન. દઘડેઆંબા ગામ, આહવા ડાંગ, વઘઇ નાઓને લસકાણા ગામના નાકા પાસેથી અપહૃત બાળક ખુશાલ ઉ.વ.૩ સાથે ઝડપી પાડી,  બાળકનો કબજો તેના વાલીને સોંપેલ છે.

                આરોપી મહિલાની પુછપરછમાં કામરેજ ખાતે ફુટપાથ ઉપર રહેતા તેના પરીચિત દિલીપની છોકરીને સ્મીમેર હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ હોય, ગત રાત્રીના તેણી દિલીપની છોકરીની ખબર કાઢવા માટે કામરેજથી સ્મીમેર હોસ્પિટલ ખાતે આવેલ હતી અને વહેલી સવારે પરત કામરેજ જવા માટે નીકળેલ આ વખતે અપહૃત બાળક ખુશાલને હોસ્પીટલના પહેલા માળે રમતુ હોય, જેથી તેણી ઉપાડી લઇને ચાલી ગયેલ હોવાની કબુલાત કરેલ છે.